તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • The Body Of A Middle aged Man Was Found From Ganeshpurkampa Pickup Stand In Modasa, The Deceased Was Identified As Tintoina Of Modasa.

અકસ્માતે મોત:મોડાસાના ગણેશપુરકંપા પીકઅપ સ્ટેન્ડમાંથી આધેડની લાશ મળી, મૃતક મોડાસાના ટીંટોઇના હોવાનું બહાર આવ્યું

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા શામળાજી હાઈવે પર ગણેશપુરકંપા પીક અપ સ્ટેન્ડમાં સવારે આધેડ પુરૂષની લાશ મળતાં પોલીસને જાણ કરતાં તપાસમાં આધેડ મોડાસાના ટીંટોઇના હોવાનું બહાર આવ્યું હતુ.  મોડાસા શામળાજી હાઈવે પર ગણેશપુરકંપા પીક અપ સ્ટેન્ડમાં સવારે આધેડ પુરુષ ની લાશ મળતાં જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં મૃતક મોડાસાના ટીંટોઇ ગામના વણકર મગનભાઈ જેઠાભાઇ હોવાની ઓળખ થઈ હતી. મળેલ માહિતી મુજબ આધેડને પાંચ દિવસ પહેલા પથરીનો દુ:ખાવો થતા શામળાજી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા હોસ્પિટલથી પરત આવ્યા હતા. આધેડ એકલતાભર્યું જીવન જીવી રહ્યા હતા.પરિવાર વિહોણા હોવાથી કુટુંબીજનોએ મૃતદેહને સ્વીકારી અંતિમ ક્રિયા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...