તપાસ:મોડાસાના બડોદરા-ફરેડી પાસેથી દારૂ સાથે બાઈકચાલકને ઝડપાયો

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક શખ્સ ભાગી ગયો, 3 શખ્સો સામે ગુનો

મોડાસાના બડોદરા-ફરેડી રોડ ઉપરથી પોલીસે પીછો કરી મેઘરજના બોઠીવાડાના બાઈક ચાલકને રૂ.58000ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જોકે બાઈક પાછળ બેઠેલો મેઘરજના ભેમાપુરનો શખ્સ ભાગી છૂટ્યો હતો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ દોલતસિંહ બાતમી મળી કે બડોદરા ફરેડી રોડ ઉપર બાઈક (જીજે 9 સીજી 5829) પર બે શખ્સોને વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાના છે.

બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને ત્યારે વિદેશી દારૂનો જથ્થો લઈને ત્યાંથી પસાર થતા બાઈકચાલક નરેશ રામાભાઈ ડામોર રહે.બાઠીવાડા તા.મેઘરજને ઝડપી પાડ્યો હતો. બાઈક પાછળ બેઠેલો બાબુ ધનાભાઈ ખાંટ રહે.ભેમાપુર તા.મેઘરજ ભાગી છૂટ્યો હતો. પોલીસે બાઈક ઉપર કોથળામાં ભરેલા રૂ.58000ના બીયરના ટીન અને ક્વોટરિયા નંગ 120 કબજે લઇને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોડાસાના ફરેડીના વિજયભાઈ સનાભાઇ રાવળ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...