માનવધર્મ:મોડાસાના 68 વર્ષીય વૃદ્ધ રીક્ષાચાલક દર ગુરૂવારે મંદિર, મસ્જિદ અને હોસ્પિટલ જવા માટે ફ્રી ઇમરજન્સી સેવા આપે છે

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા અગિયાર વર્ષ થી દર્દી માટે મફત સેવા માં આશરે 1100 થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે
  • કોરોનાની મહામારી વચ્ચે પણ મુસ્લિમ સમુદાયના વૃદ્ધ માનવતાનું ઉમદા કાર્ય જારી રાખ્યું છે

અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા શહેરના ડુગયવાડા રોડ ઉપર આવેલી ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા 68 વર્ષીય વૃદ્ધ ઇશ્વરભાઇ ઈસ્માઈલભાઈ જેગરા કોરોનાની મહામારી વચ્ચે માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેઓ દર ગુરૂવારે છેલ્લા અગિયાર વર્ષથી જરૂરિયાતમંદને મફતમાં રીક્ષામાં મુસાફરી કરાવે છે. શરત એટલી જ હોય છે કે મુસાફરે મંદિરે દર્શન કરવા જવાનું હોય કે મસ્જિદમાં નમાઝ પઢવા. અથવા તો દર્દીને હોસ્પિટલ જવાનું હોય.
1100 લોકોએ મફત મુસાફરી કરી
કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે સરકારી તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ લોકોની મદદ કરવા માટે સેવાભાવી સંસ્થાઓ પણ સતત પ્રયત્નશીલ રહી છે. આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે કોરાનાની મહામારી વચ્ચે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર મોડાસા શહેરમાં દર ગુરુવારે મંદિર , મસ્જિદ અને હોસ્પિટલ જવા માટે મફત ઈમરજન્સી ફ્રી સેવા પૂરી પાડે છે. કોરોનાની મહામારીના આ સમયમાં માનવતાનો ધર્મ નિભાવી રહેલા 68 વર્ષીય વૃદ્ધ ઈસ્માઈલભાઈ પાસેથી અત્યાર સુધીમાં અંદાજે 1100થી પણ વધુ લોકો તેમની સેવાનો લાભ લઇ ચૂક્યા છે
રીક્ષા પાછળ ખુદાથી મંજૂરી થતી હોવાનો મુદ્દાલેખ
રીક્ષા પાછળ લખ્યું છે " જો હોતાં હૈ ખુદા એ મંજૂર હોતાં હૈ " " દર્દી માટે મફત સેવા " યુસુફભાઈ ઈસ્માઈલભાઈ જેગરાની કહાની મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી તેમને નાની મોટી બીમારી સાથે હૃદય રોગની બીમારી હતી તે દરમિયાન સ્થાનિક કે બહારગામ જવા માટે કોઈ પોતાનું સાધન ન હતું ત્યારે બહાર અવરજવર કરવામાં ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ આજથી આશરે પાંચેક વર્ષ અગાઉ હૃદય રોગની તકલીફ વધતા હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાવી હતી અને હૃદયની નસ બંધ થતી હોવાથી તકલીફને લીધે ઓપરેશન દરમિયાન સ્ટેન્ટ મુકાવ્યા હતા. ત્યારબાદ સારવાર અર્થે વારંવાર હિંમતનગર આવતાં હતાં, જ્યાં તેમને અવરજવર માટે પડેલી તકલીફથી પ્રેરિત થઈને મોડાસા શહેર વિસ્તારમાં મંદિર , મસ્જિદ અને હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ માટે ફ્રી મફ્ત સેવા સપ્તાહના દર ગુરૂવારે શરૂ કરી હતી અને છેલ્લા અગિયાર વર્ષથી દર્દી માટે મફત સેવામાં આશરે 1100થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.
(તસવીર અને માહિતી: રાકેશ પંચાલ, મોડાસા)

અન્ય સમાચારો પણ છે...