મહિલાને ત્રાસ:તારી પુત્રીને દૂધના ડબ્બા અમે ના પીવડાવીએ કહી મહિલાને તગેડી

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં મહિલાની પતિ,સાસુ સામે ફરિયાદ
  • પુત્રી અવતરતાં મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું

મોડાસામાં સહારા સોસાયટીમાં રહેતી પરિણીતાને તારી દીકરીને અમો વારંવાર દૂધના ડબ્બાના પીવડાવીએ કહી વારંવાર વાંધાવચકા પાડી ત્રાસ ગુજરાતો હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. સહારા સોસાયટીમાં રહેતી નીલોફરના લગ્ન આ જ સોસાયટીમાં રહેતા વારીશ ભાઈ ઈલિયાસભાઈ સાવ સાથે 5 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ કરાયા હતા. લગ્ન જીવનમાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. પતિ દ્વારા વારંવાર વાંધાવચકા પાડીને સાસુની ચડામણીથી ત્રાસ ગુજારવાનું શરૂ કરાયો હતો.

તેના સાસુ વારંવાર મહિલાને કહેતા કે તારી દીકરીને દૂધના ડબ્બા અમે ના પીવડાવી એ એમ કહીને તેને વારંવાર ઘરેથી કાઢી મૂકવામાં આવતી હતી. અંતે સાસરિયાંનો ત્રાસ સહન ન થતાં નીલોફર વારીસભાઈ સાવે મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વારીસભાઈ ઈલિયાસભાઈ સાવ અને વરીયમબેન ઈલિયાસભાઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.