શેરીશાળા:સાકરીયા પ્રા.શાળાના શિક્ષકો ટીવી-મોબાઇલ વિનાના બાળકોને ઘરે જઇ અભ્યાસ કરાવે છે

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાકરીયા શાળાના શિક્ષકો છાત્રોને ઘરે અભ્યાસ કરાવે છે. - Divya Bhaskar
સાકરીયા શાળાના શિક્ષકો છાત્રોને ઘરે અભ્યાસ કરાવે છે.
  • શિક્ષકો વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા અંગે જાગૃત પણ કરે છે

કોરોનાના કારણે શાળા અને કોલેજોમાં શિક્ષણ બંધ છે. ત્યારે ઓનલાઇન એજ્યુકેશન ચલાવાય છે. એવા અનેક વિદ્યાર્થી છે કે જેમના ઘરમાં ટીવી કે મોબાઇલ નથી એવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શ્રમદાન શરૂ કરાયું છે. જેમાં તેઓ વિદ્યાર્થીના ઘરે જઇ અભ્યાસ કરાવવા ઉપરાંત વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની પણ માહિતી આપે છે. છાત્રોના મહોલ્લામાં જ વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ આપવાનું શરૂ કર્યું છે. સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો સાકરીયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની શેરીઓમાં પહોંચી અભ્યાસ કરાવે છે. રોજિંદા બે કલાક બાળકોના ઘરે ઘરે જઈ બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપી શિક્ષણકાર્ય કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...