હુમલો:મોડાસામાં દીકરીની વાત કરતાં કહેવા જતાં બે પરિવારો બાખડ્યા

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્ની, પુત્રી અને ભત્રીજા પર ટિફિન વડે હુમલો
  • દીકરીની પડોશીના પુત્રે છેડતી કર્યા બાદ મામલો બિચક્યો

મોડાસાના પરબડી જૈન દેરાસર પાસે રહેતા દીકરીની ખોટી વાત ન કરવા પડોશીઓના કહેવા જતાં પાડોશીઓએ પતિ-પત્ની અને પુત્રી તેમજ ભત્રીજાને લાકડીઓ અને સ્ટીલના ટિફિન વડે મારતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પડોશમાં રહેતા યુવાને યુવતીની છેડતી કર્યા બાદ મામલો બિચકયો હતો.

મોડાસાના પરબ જૈન દેરાસર પાસે રહેતા અને પૂજા પાઠનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારની દીકરીની પડોશમાં રહેતા મારવાડી પરિવારના યુવાને છેડતી કરતા બાદમાં દીકરીની ખરાબ વાતચીત લોકોને ન કરવાનું બ્રાહ્મણ પરિવાર મારવાડી લોકોને કહેવા જતાં મારવાડી પરિવારના લોકોએ રાકેશભાઈ પંડ્યાને માથાના ભાગે લાકડી મારીને તેમજ સ્ટીલનું ટિફિન માથાના પાછળના ભાગે માર્યુ હતું.

ઝઘડામાં જૈમીનીબેન અને તેમની પુત્રી દેવાંશી ને પણ મારમાર્યો હતો. આ અંગે રાકેશકુમાર હરીશભાઇ પંડ્યાએ ટાઉન પોલીસમાં વિષ્ણુભાઈ ફોજાજી મારવાડી, મયંકકુમાર વિષ્ણુભાઈ મારવાડી, જીગરકુમાર વિષ્ણુભાઈ મારવાડી, શોભાબેન વિષ્ણુભાઈ મારવાડી અને કાળુભાઈ રણજીતસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...