તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:પડતર માંગણીઓ ન સંતોષાતાં મોડાસા પાલિકાના સફાઇ કામદારો હડતાળ પર

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોડાસા ટાઉનહોલ આગળ હડતાળ પર ઉતરી ગયા - Divya Bhaskar
મોડાસા ટાઉનહોલ આગળ હડતાળ પર ઉતરી ગયા
 • કર્મચારીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ કર્યો

મોડાસા પાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાય સમયથી જુદી જુદી માગણી કરી રહ્યા છે. પરંતુ તેમની માંગણીઓ ન સંતોષાતાં તેમજ તેમની સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ કરી મોડાસા ટાઉનહોલ આગળ હડતાળ પર ઉતરી ગયા હતા. સફાઈ કર્મચારીઓની વર્ષો જૂની માંગ છે કે તેઓને યોગ્ય વેતન મળતું નથી આ સાથે જ સાતમા પગાર પંચનો લાભ ઘણા સમયથી ટલ્લે ચડ્યો છે તે પણ નથી અપાતો. એટલું જ નહીં ખાલી પડેલી વિવિધ જગ્યાઓમાં વર્ષોથી ભરતી કરાતી નથી.

કામદારોની માંગણીઓ નહીં સંતોષાય તો સફાઈ કામદારના સંગઠનના આગેવાન અશોકભાઈ રાઠોડ જણાવ્યું કે આગામી દિવસમાં રોજમદારો કાયમી સફાઈ કામદારો તેમજ ફિક્સ પગાર ધારક કામદારો અને આઉટસોર્સિંગ હેઠળ કામ કરતાં સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો