તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતિ પૌરાણિક રુદ્રાક્ષ:મોડાસાના સાકરીયા ગામમાં સ્વયંભૂ ગણાતા શિવાલયને સાકળેશ્વર તરીકે ઓળખાય છે

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીમડાની ડાળ સાકર જેવી મીઠી હોવાથી શિવાલયનું નામ સાકળેશ્વર પડ્યું

અરવલ્લી જિલ્લામાં અતિ પૌરાણિક એકમાત્ર રુદ્રાક્ષ સ્વરૂપે મોડાસા પાસેના સાકરીયામાં શિવલિંગ આવેલું છે. સ્વયંભૂ ગણાતા આ આ શિવાલયને સાકળેશ્વર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે અહીંયા શિવલીંગની આજુબાજુ લીમડા હતા. જેમાં એક લીમડાની ડાળખી સાકર જેવી મીઠી હોવાથી શિવાલયનું નામ સાકળેશ્વર પડ્યું હોવાનું ભૂદેવો એ જણાવ્યું હતું.

સ્વયંભૂ શિવલિંગ હોવાથી તેને સદાશિવ સ્વરૂપ માનવામાં આવે છે. સદાશિવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એકાત્મત ગણાય છે. શિવલીંગનો ઉપરનો ભાગ બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવે છે. વચ્ચેનો ભાગ સ્તંભ આ આકારનો હોવાના કારણે તેને વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે અને ઈશાન દિશાનો ભાગ મહેશ સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. શિવલીંગના ઉપરનો ભાગ રુદ્રાક્ષ સ્વરૂપે હોવાના કારણે આ શિવાલયને પાશુપત એટલે કે પાપોમાંથી મુક્ત કરનાર ગણવામાં આવે છે.

ગામમાં આરામની મુદ્રામાં સૂતેલા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ

સાકરીયામાં એકમાત્ર આરામની મુદ્રામાં સૂતેલા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ છે. અહીંયા પાંડવ કાળમાં પાંડવોએ હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી હોવાની માન્યતા છે. ઉપરોક્ત મૂર્તિ ભારતમાં માત્ર અલ્હાબાદમાં આવેલા ત્રિવેણી સંગમ ઉપરના ગંગા નદીના કિનારે આરામની મુદ્રામાં હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે અને બીજી એકમાત્ર સાકરીયા હનુમાનજી તરીકે ઓળખાતી મૂર્તિ અહીંયા આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...