તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા હી પરમો ધર્મ:મોડાસાની સ્વામિનારાયણ સંસ્થાએ 5 હોસ્પિટલોમાં 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાનમાં આપ્યા

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસાની બીએપીએસ સંસ્થાએ 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાનમાં આપ્યા - Divya Bhaskar
મોડાસાની બીએપીએસ સંસ્થાએ 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાનમાં આપ્યા
  • કોરોના દર્દીઓ માટે ઓક્સિજન મશીન નિ:શુલ્ક આપ્યા

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલમાં કોવિડ- 19 ની સારવાર માટે દેશ પરદેશ માં વિવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. એના ભાગરૂપે મોડાસા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘાંચી આરોગ્ય મંડળની હોસ્પિટલ મોડાસા તેમજ સાર્વજનિક હોસ્પિટલ અને બાયડની વાત્રક જનરલ હોસ્પિટલ તથા ભિલોડા કોટેજ હોસ્પિટલ અને ઉમા કોવિડ સેન્ટરમાં 10 ઓક્સિજનના કોન્સન્ટ્રેટર મશીન કોરોનાના દર્દીઓ માટે દાનમાં આપ્યા હતા. સ્વામિનારાયણ સંસ્થાએ ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પિટલને ઓક્સિજન મશીન દાનમાં આપી ધર્મ સમાજની એકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડી સેવા હી પરમો ધર્મનું સૂત્ર સાર્થક કર્યું છે.

મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને તેમના અનુયાયીયો દ્વારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી આ કાર્ય કર્યુ હતું. આ પ્રસંગે મોડાસા સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ. નિર્મલ ચરણ સ્વામી અને આનંદ યોગીજી મહારાજ, ડીડીઓ અનિલ ધામેલિયા મામલતદાર અરુણ દાન ગઢવી, પાલિકા ચીફ ઓફિસર જીગ્નેશ બારોટ, મોડાસાના ઇએનટી સર્જન ડો. જીતેન્દ્ર પટેલ અને પૂ. સંતોની ઉપસ્થિતિમાં ઓક્સિજન મશીન દર્દીઓનની સારવાર માટે નિશુલ્ક આપવામાં આવતા સ્વામિનારાયણ સંસ્થાના ડોક્ટર સોમપુરાએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...