તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શામળાજી રેલવે સ્ટેશને તમામ ટ્રેનોનું સ્ટોપેજ આપવા રજૂઆત

મોડાસા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટીંટોઇ પ્રદેશ વિકાસ ટ્રસ્ટના પ્રમુખની રેલવે મેનેજર અને સાંસદ સમક્ષ માંગ

અમદાવાદ ઉદેપુર નવીન બ્રોડગેજ લાઇન પર આવેલા શામળાજી રેલવે સ્ટેશન પર તમામ ટ્રેનોનું સ્ટોપેજ આપવા મોડાસાના ટીંટોઇ પ્રદેશ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ બાકરોલીયા દ્વારા રેલવે મેનેજર સાંસદ અને રાજ્ય સભાના સાંસદ ને રજૂઆત કરાઇ છે. શામળાજી વિષ્ણુ મંદિર થી માત્ર 8 કિમી નવીન રેલ્વે સ્ટેશન આવેલું છે. નવીન બ્રોડગેજ લાઇન ઉપરથી પસાર થતી તમામ ટ્રેનોને અહીંયા સ્ટોપેજ આપવામાં આવે તો યાત્રાળુઓ તેમજ સ્થાનિકો અને ધંધા-રોજગાર માં ફાયદો થઇ શકે તેમ છે.

મોડાસાના ટીંટોઈ પાસે શામળાજી રેલ્વે સ્ટેશનનું રેલવે વિભાગ દ્વારા નિર્માણ કરાયું છે. નવીન રેલવે લાઇન પર દોડનારી બધી જ ટ્રેનોનું શામળાજી રેલ્વે સ્ટેશને સ્ટોપેજ મળે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લાના જાગૃત નાગરિકોએ રેલવે મંત્રાલયને રજૂઆત કરી છે. આ વિસ્તારના લોકો કામ ધંધા અને રોજગાર માટે મુંબઈ દિલ્હી જયપુર જોધપુર અને ઉદેપુર અમદાવાદ સુરત વસેલા છે તેથી શામળાજી રેલવે સ્ટેશને તમામ ટ્રેનો સ્ટોપેજ કરે તેવી પ્રજાની માગણી ઉઠી છે. વધુમાં મોડાસાથી આ રેલ્વે સ્ટેશન માત્ર 20 કિલોમીટર નાં અંતરે આવેલું છે તેથી મોડાસાની આસપાસ ની જનતા ને પણ રેલ્વે નો લાભ મળી શકે તેમ હોવાથી સાંસદ દિપસિંહ રાઠોડ અને રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા અને કલેક્ટર તેમજ રેલવે મંત્રાલયમાં રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો