તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કરાર આધારિત કોરોનાગ્રસ્ત કર્મીઓના 14 દિવસને ઓનડ્યુટી ગણવા રજૂઆત

મોડાસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરાર આધારિત કર્મચારી અધિકાર સંઘની સીએમને રજૂઆત

રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓ કોરોનાની મહામારીમાં કોરોનાગ્રસ્ત બનતાં તેઓને 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનું થાય છે. તેથી કરાર આધારિત કોરોનાગ્રસ્ત બનેલા કર્મીઓની ઓન ડ્યુટી ગણવા ગુજરાત રાજ્ય કરાર આધારિત કર્મચારી અધિકાર સંઘ મોડાસાના અમિત કવિએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સંક્રમણના કારણે ક્વોરન્ટાઇન કોરો થયેલા સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓને 14 દિવસ સુધી ક્વોરન્ટાનઇ રહેવું પડે છે. આ સમયગાળાને ઓન ડ્યુટી ગણવા રજૂઆત કરાઈ છે. વધુમાં ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ દેશમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટી દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરાઇ છે.

આ મુજબ કાયમી કર્મચારીઓને નોકરી દરમિયાન સંક્રમણ દરમિયાન કર્મચારીનું મૃત્યુ પામે તો કવચ સ્વરૂપે રૂ. 25 લાખની સહાય ચૂકવાય છે. આ સહાયનો લાભ કરાર આધારિત કર્મીઓને સમગ્ર શિક્ષા અભિયાનના ક્ષેત્રીય કામગીરી કરનારા કર્મચારીઓને ચૂકવવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...