તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:મોડાસામાં આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા કોમર્સ ઓફ ચેમ્બર્સના પ્રમુખ અને મંત્રીએ રજૂઆત કરી

અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે ટેસ્ટિંગ લેબ ન હોવાના કારણે અને દર્દીઓના ટેસ્ટીંગ રિપોર્ટ મોડા મળવાના કારણે દર્દીઓના મોતનો વધારો થતો હોઈ મોડાસા શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ શરૂ કરવા માટે અરવલ્લી જિલ્લા કોમર્સ ઓફ ચેમ્બર્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કનુભાઈ રવજીભાઈ પટેલ અને મંત્રી પંકજભાઈ બૂટાલાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કેમોડાસા શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાનો કહેર ખૂબજ વધી ગયો છે. જેના માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં તેમજ વાત્રકમાં કોવિડ - 19નું સેન્ટર આપેલ છે.

તેમજ અમુક ખાનગી હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓની સારવાર કરવાની પરવાનગી આપી છે. પરંતુ દર્દીઓ માટે તેમજ કોરોનાના લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિઓને RTPCRના ટેસ્ટના સેમ્પલ અહીં લેવાય છે. મોડાસા શહેરની તેમજ અરવલ્લી જિલ્લાના અન્ય મુખ્ય તાલુકાના ગામમાં પણ પ્રાઇવેટ લેબોરેટરી માં RTPCR ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેનો રીપોર્ટ આવતાં લગભગ 5 થી 6 દિવસ થઇ જાય છે, જેના કારણે કોરાનાના અમુક પેશોન્ટોની તબિચત અચાનક ઘણી વખત ગંભીર થઈ જાય છે.

મોડાસામાં સારવાર માટે આવનાર વ્યક્તિ મોડાસા તેમજ આસપાસના તાલુકાના ગામડાઓમાંથી આવતા હોય છે. જે સંક્રમિત થયા ના અનુભવના ચોથા કે પાંચમા દિવસે સારવાર માટે આવે છેને પછી ટેસ્ટ કરાવતા 5 કે 6 દિવસ થતા, શરૂઆતના દિવસો ગુમાવી બેસે છે. જેથી બાકીના સમયમાં સારવાર કરવી ક્રીટીકલ થઇ જતા દર્દીને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. સત્વરે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે ટેસ્ટિંગ લેબ શરૂ કરવા માગણી કરવામાં આવી છે.

આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સમયસર ન થતા મૃત્યુ દર વધી રહ્યો છે
મોડાસા શહેરમાં સમયસર કોરોના ના RTPCR ના ટેસ્ટ ન થઈ શકવાના કારણે મૃત્યુ દર ખૂબજ ઝડપથી વધી રહ્યો છે. જેથી અમારી આ માગણીને મંજુર કરી તાત્કાલિક અસરથી RTPCR ના ટેસ્ટ લેબની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવા માટે વિનંતિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...