તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:આદિજાતિના ખોટા પ્રમાણપત્રોની ચકાસણીમાં વિલંબ થતાં CMને રજૂઆત

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી સમાજના અગ્રણીઓ અને સંગઠનને RBC સમાજના લોકોને આપેલા ખોટા પ્રમાણપત્રો તાત્કાલીક રદ કરવા રજૂઆત

રાજ્યમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના લોકોને આપ્યા હોવાની ફરિયાદ ઉઠતા સરકાર દ્વારા પ્રમાણ પત્રોની ચકાસણી ચાલી રહી છે પરંતુ આ ચકાસણીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું તેમજ RBC સમાજના લોકોને આપેલા પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના જુદા જુદા સંગઠનો અને મંત્રી રાજેન્દ્ર પારગીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આવી જાતિ વિકાસ ના મંત્રી ગણપત વસાવાને રજૂઆત કરી છે

અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આદિવાસી સંગઠન મંત્રી રાજેન્દ્ર પારગી એ મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તપાસ ઝડપથી થાય અને જેને ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે, તેવા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવામાં આવે તે માટે રાજ્યનાસમગ્ર આદિવાસી સમાજના લોકોની લાગણી અને માંગણી છે. આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...