તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાદેવ:માલપુરના ઉભરાણ પાસે ખોદકામ કરાતાં અતિ પૌરાણિક શિવલિંગ સાથે શિવ પરિવારની મૂર્તિઓ મળી આવી હતી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૂલપાણેશ્વર મહાદેવનું શિવલિંગ ઈ.સ.1952 અગાઉ મળ્યું હતું

માલપુરના ઉભરાણ પાસે હજારો વનરાજી વચ્ચે આવેલા કૈલાસ આશ્રમમાં બિરાજમાન સ્વયંભૂ શૂલપાણેશ્વર મહાદેવના દર્શને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો નો ભારે ધસારો શરૂ થયો છે. 72 વર્ષ અગાઉ ગ્રામજનોના સહયોગથી આસ્થાને ખોદકામ કરાતાં અતિ પૌરાણિક શિવલિંગ સાથે શિવ પરિવારની મૂર્તિઓ મળતાં બ્રહ્મલીન મહંત પંચમ ગીરીજી મહાત્મા અને ગામના અગ્રણી ભવાનીશંકર પંડ્યા દ્વારા કૈલાશ આશ્રમનું નિર્માણ કરાયું હતું.

આ છે શૂલપાણેશ્વર મંદિરનો ઇતિહાસ
પંડિત વામદેવ પ્રસાદ પંડ્યાએ જણાવ્યું કે 75 વર્ષ અગાઉ અહીંયા થી મહાત્મા પંચમગીરીજી પસાર થતા હતા ત્યારે અચાનક કૂતરું આવીને તેમને ઝાડીઝાંખરા વચ્ચે ખેંચીને લઇ ગયો હતો અને પગથી ખોદાણ કરવા લાગ્યો હતો તેથી મહંત પંચમગીરીજીએ ગ્રામજનો અને પંડ્યા ભવાનીશંકરના સહયોગથી ખોદકામ હાથ ધરતા કાંટા અને પથ્થરો વચ્ચેથી સ્વયંભૂ શિવલિંગ સાથે શિવ પરિવારની મૂર્તિઓ મળી હતી. તેથી આ શિવાલયનું નામ શૂલપાણેશ્વર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મહંત દ્વારા અહીંયા કૈલાશ આશ્રમની સ્થાપના કરાઇ હતી.

હરિયાલી ઔર રાસ્તા ફિલ્મનું શુટિંગ થયું હતું
આ અંગે ઉભરાણના ભગવાનદાસ રેવાભાઇ વાળંદે જણાવ્યું કે વર્ષો અગાઉ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં બ્લેક એન્ડ વ્હાઇટ હરિયાલી ઓર રાસ્તા ફિલ્મનું શૂટિંગ કરવા માટે મુંબઈથી કલાકારો આવ્યા હતા. જેમાં મનોજકુમાર દ્વારા અહીંયા શૂટિંગ કરાયું હતું અને શૂલપાણેશ્વર મહાદેવ આગળ રહીને મનોજકુમાર ડાયલોગ બોલ્યા હતા કે દુનિયા ઉસકો પથ્થર કહતી હૈ મગર મેં ઉસકો ભગવાન કહેતા હું.

અન્ય સમાચારો પણ છે...