તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોડાસા-બાયપાસ પર ST બસને ટ્રકે ટક્કર મારી, 15 મુસાફરોનો આબાદ બચાવ થયો

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
 • ધંબોલા-અમદાવાદ બસ મોડાસામાં પ્રવેશ કરહતી ત્યારે ગોધરા તરફથી આવતી ટ્રકે ટક્કર મારી

મોડાસા બાયપાસ પર મેઘરજ ચોકડી પર ધબોલા અમદાવાદ બસ હાઈવે ક્રોસ કરતી હતી ત્યારે ટ્રકે ટક્કર મારતાં બસમાં મુસાફરી કરી રહેલા 15 કરતાં વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદ ડેપોની ધંબોલા-અમદાવાદ બસ રાજસ્થાનથી પરત ફરી રહી હતી. દરમિયાન બસ મોડાસા બાયપાસ પર મેઘરજ તરફથી મોડાસામાં પ્રવેશ કરી રહી હતી. ત્યારે અચાનક ગોધરા નેશનલ હાઈવે તરફથી ધસમસતી આવતી ટ્રક બસ સાથે ટકરાતાં ધડાકો થતાં બસમાં મુસાફરી કરી રહેલા 15 કરતાં વધુ મુસાફરોના જીવ પડી કે બંધાઈ ગયા હતા.

મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.અકસ્માતમાં બસને મોટું નુકસાન થયું હતું. અકસ્માતના પગલે મોડાસા ડેપોમાંથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ધબોલા અમદાવાદ એસટી બસ અમદાવાદ એસટી ડેપોની હોવાના કારણે એસ.ટી.ના અધિકારીઓને જાણ કરાઇ હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો