કાર્યવાહી:મોડાસાની સંજીવની હોસ્પિ.માં રિન્યુઅલ ન કરાતાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી

મોડાસા શહેરમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન રાખવાના અને તેની નિભાવણીના કાયમી દર્દીઓના રજિસ્ટર ન કરાતું હોવાની બૂમ ઊઠી છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોડાસાની જાણીતી સંજીવની હોસ્પિટલમાં રાખવામાં આવેલા સોનોગ્રાફી મશીનનું સમયસર રિન્યૂઅલ ન કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા મશીન સીલ કરાતા અન્ય તબીબોમાં ફફડાટ મચી ગયો હતો.

મોડાસા શહેરની શામળાજી રોડ ઉપર ડિપ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન રીન્યુઅલ ન કરાયું હોવાનું આરોગ્ય વિભાગને ધ્યાને આવતાં તેમજ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આરોગ્ય વિભાગના નિયમો નેવે મુકાયા હોવાનું બહાર આવતાં આરોગ્ય વિભાગ દ્વારા રીન્યુઅલના પ્રશ્નો હોસ્પિટલમાં કાર્યવાહી હાથ ધરીને સોનોગ્રાફી મશીન સીલ કરાતા શહેરની અન્ય હોસ્પિટલના તબીબોમાં દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...