ચકચાર:ભિલોડાના બાવળીયા પાલ ગામમાં પ્રેમસંબંધ બાબતે પિતાએ ઠપકો આપતાં પુત્રનો આપઘાત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર રાત્રે યુવકને મનમાં લાગી આવતાં ઘરેથી નીકળી ગયો હતો
  • રવિવારે યુવકની લાશ નારણપુર નારસોલી કંપાની સીમમાંથી ફાંસો ખાધેલી મળી

ભિલોડા તાલુકાના બાવળીયા પાલમાં પ્રેમસંબંધ બાબતે પિતાએ ઠપકો આપતાં 24 વર્ષીય પુત્રને મનમાં લાગી આવતા તાલુકાના નારણપુર નારસોલી કંપાની સીમમાં વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે મૃતકના પિતાએ ભિલોડા પોલીસ લે જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ભિલોડાના બાવળીયા પાલમાં રહેતા જયંતીભાઈ ભગોરાએ શનિવારે તેમના 24 વર્ષ વર્ષીય પુત્ર સંજયને પ્રેમસંબંધ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા યુવાન ઘરેથી નીકળી ગયો હતો. જોકે રાત્રી સમયે તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો ત્યારે રવિવારે ભિલોડા તાલુકાના નારણપુર નારસોલી કંપા ગામની સીમમાં આવેલા વૃક્ષની ડાળી સાથે દુપટ્ટો અને કાથીની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સંજયભાઈ જયંતીભાઈ ભગોરા (24) રહે. બાવળીયાપાલ તા. ભિલોડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

નારસોલી કંપા ગામની સીમમાં 24 વર્ષીય યુવાનનો વૃક્ષ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા તેના પિતા જયંતીભાઈ સંગાજી ભગોરા એ ભિલોડા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવાનની લાશનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...