તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્ર અને પુત્ર વધૂ સામે કાર્યવાહી:મને પૂછ્યા વિના બેંકમાંથી રૂપિયા કેમ ઉપાડી લાવે છે કહી પુત્ર અને પુત્રવધૂએ માતાને લાકડી ફટકારી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના અણિયોરમાં પુત્ર અને પુત્ર વધૂ સામે ફરિયાદ
  • ફિક્સ ડિપોઝીટ પાકતાં વિધવા મોટા પુત્રને લઇ બેંકમાં ગઇ હતી, મોટા પુત્રને પૈસા આપી દેશે નો શક રાખી માર્યો

માલપુરના ફતેપુરા અણિયોરમાં મને પૂછ્યા વગર બેન્કમાંથી કેમ રૂપિયા ઉપાડી લાવી તેમ કહીને નાના દીકરાએ અને તેની પત્નીએ વિધવાને લાકડી વડે અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલાએ પુત્ર અને પુત્ર વધૂ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અણિયોરના ફતેપુરામાં રહેતા રામીબેન જાલુભાઇ ખાંટના પતિનું 11 વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થયું હતું. બેંકમાં મળેલા પૈસામાંથી વિધવાએ તેમના બંને પુત્રોને એ સમયે 80-80 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં મહિલાએ અન્ય રૂપિયા ફિક્સ કર્યા હતા અને ફિક્સ ડિપોઝીટ પાકતા તે તેના મોટા પુત્ર કાળુભાઈને લઈને રૂપિયા ઉપાડવા ગઈ હતી.

નાના દીકરા ગણપતને આ રૂપિયા મોટા પુત્રને આપી દેશે તેઓ શક રાખીને તે તેની માતાને કહેવા લાગ્યો કે મને પૂછ્યા વગર કેમ ઉપાડી લાવી જોકે વિધવાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેને નાના દીકરાને પણ રૂપિયા ઉપાડવા બોલાવ્યો હતો. નાના પુત્રે માતાને લાકડી વડે માર મારી મૂઢ માર માર્યો હતો. તેની પત્ની પણ વિધવાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા રામીબેન જાલુભાઇએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણપતભાઇ જાલુ ભાઇ ખાંટ અને ડાહીબેન ગણપતભાઇ ખાંટ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...