રજૂઆત:કિસાન વિરોધી તમામ કાળા કાયદા રદ કરવા મોડાસામાં સીટુ યુનિયનની માંગ

મોડાસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાવર્કરોને સહાય આપવા સહિતની પણ રજૂઆત કરાઇ

મોડાસામાં સીટુના સ્થાપના દિવસ નિમિત્ત કાર્યકરો અને વર્કરોએ વિવિધ માંગણી સાથે બેનરો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને મહામારીમાં વર્કરોને સહાય આપવા તેમજ ખાનગી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવા વિરોધ વ્યક્ત કર્યો હતો.

સીઆઈટીયુના 51મા સ્થાપના દિવસે મોડાસામાં સીટુ યુનિયન કાર્યાલયમાં સીટુ આગેવાન ડી.આર. જાદવે જણાવ્યું કે કામદાર વિરોધી મોદી સરકારની નિતીની સમજણ આપી 4 નવા લેબર કોડ રદ કરવાની માંગ કરી હતી. ખાનગીકરણથી કામદારોનું શોષણ કરાઇ રહ્યું હોવાનું અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કામદાર વિરોધી અને માલિકોને ફાયદા કારક ઘણાવી કોન્ટ્રાક્ટરો કામદારોનું શોષણ કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથેસાથે લૉકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાનું જણાવીને ગરીબોની અને મજદુરોની હાલત મોંઘવારીમાં લોકોની હાલત દયનીય બનતા બેરોજગાર શ્રમજીવીઓને રૂ. 6હજાર બેકારી ભથ્થુ અને તમામ આંગણવાડી આશા વર્કરને કોરોના ભથ્થુ તથા અવસાન પામનારને 50 લાખ સહાય આપવા અને વ્યક્તિ દીઠ 10 કિલો અનાજ મફત આપવા અને તમામને 7500 સહાય તેમજ મફત વેક્સિન માટે માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...