રજૂઆત:શામપુર -કુંઢેરા મહાદેવમાં 13 ફૂટ ઊંચું મેરાયું

સરડોઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના શામપુરના અતિપ્રાચીન સ્વયંભૂ કુંઢેરા મહાદેવની અરવલ્લી ગિરિમાળાના ડુંગર પર તત્કાલીન ઈડર સ્ટેટ તેમજ મોહનપુર સ્ટેટ પહેલાનું સાતસો વર્ષ પૂર્વેનું ગુજરાતનું એકમાત્ર 13 ફૂટની ઉંચાઈ સવામણ ઘી સમાય એવું તાંબાના પરણાયા વાળું આ મેરાયું દિપાવલીના પર્વોમાં અનોખું મહત્વ ધરાવે છે. નાગા બાવાઓની અનેક ચેતન સમાધિઓ સ્થિત પ્રાચીન જાગીરીના કુંઢેરા મહાદેવની દિવાળીના દિવસે સંધ્યા આરતી ટાણે શામપુર ગામના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વાજતે ગાજતે ડુંગર ઉપર ચઢી ઘી નું પૂરણ કરી ધોતી જોટાની વાટ -દિવેટ બનાવી કુંઢેરા મહાદેવના જયજયકાર સાથે મેરાયાની જ્યોત પ્રગટાવે છે. ડુંગર ઉપર જવા પાકો રસ્તો બનાવવા તેમજ ડુંગરની પશ્ચિમ દિશામાં આવેલ કુંઢેરીદેવી (પાર્વતી માતા )ના ગોખ નો વિકાસ કરવા સરકારમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...