તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજીથી દર્શન:શામળિયાને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યા, સમગ્ર મંદિરને કેળનાં પાનથી શણગારાયું

શામળાજી22 દિવસ પહેલા
શામળાજીના. દર્શનની ઝાંખી.

શામળાજીમાં પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મધરાતે 12 વાગ્યે શામળાજી મંદિરનાં દ્વાર ખૂલ્યાં હતાં. ત્યારે ભગવાન શામળિયા શેઠને રંગબેરંગી વાઘા સહિત વિવિધ સોનાના રત્નજડિત આભૂષણો પહેરાવવામાં આવ્યા છે. ત્યાર બાદ પરંપરાગત રીતે ભગવાનને લાડ લડાવવામાં આવ્યા હતા અને ભગવાન શામળાજીની આરતી કરી હતી.

ભગવાન શામળિયાની આરતી ઉતારવામાં આવી.
ભગવાન શામળિયાની આરતી ઉતારવામાં આવી.

શામળિયાનાં દર્શન માટે ભક્તો ઊમટ્યા
શામળાજી મંદિરમાં ભક્તો શામળિયાનાં દર્શન માટે ઊમટ્યા છે. સવારથી ભારે ઉકળાટના માહોલ વચ્ચે ભક્તો શામળાજી મંદિરમાં દર્શન માટે ઊમટી રહ્યા હતા. ત્યારે આજે અભૂતપૂર્વ રીતે જનમેદની શામળાજીના દર્શને ઊમટી હતી. સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર ઝાપટું વરસતાં મંદિર પ્રાંગણમાં ઠંડક પ્રસરી હતી. તો વરસાદને પગલે ભક્તો જ્યાં જગ્યા મળી ત્યાં વરસાદથી પલળતાં બચવા માટે જગ્યા શોધતા નજરે ચડ્યા હતા.

સમગ્ર મંદિર પરિસરને કેળ અને આસોપાલવથી શણગારવામાં આવ્યું.
સમગ્ર મંદિર પરિસરને કેળ અને આસોપાલવથી શણગારવામાં આવ્યું.
અન્ય સમાચારો પણ છે...