દારૂ ઝડપાયો:સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્કવોડને ચેકિંગમાં દારૂ મળ્યો, શામળાજી નજીક રાજસ્થાનનો ટ્રક ભંગાર નીચે જથ્થો છૂપાવ્યો હતો

શામળાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રકમાં ભંગાર નીચે દારૂ છૂપાવવામાં આવ્યો હતો - Divya Bhaskar
ટ્રકમાં ભંગાર નીચે દારૂ છૂપાવવામાં આવ્યો હતો
  • શામળાજી નજીકના રંગપુર પાસે વાહનમાં માલના કાગળ ચકાસતા શંકાના આધારે તપાસ
  • જીએસટીની ટીમે ટ્રકની તપાસ માટે ઓફિસ લઈ જઈ તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો

સ્ટેટ જીએસટીની ટીમે શામળાજી નજીક રંગપુર ગામ પાસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂને ઝડપી પાડ્યો છે. વહેલી સવારે શામળાજી સ્ટેટ જીએસટી મોબાઈલ સ્કવોડે ટ્રક રોકીને દારૂનો જથ્થો ઝડપ્યો હતો.

ટ્રકને રોકીને કાગળ માંગ્યા હતા
મળતી વિગતો અનુસાર રવિવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં શામળાજી સ્ટેટ મોબાઈલ સ્કવોડના અધિકારીઅને ટીમે આરજે 27 જીબી 6694 નંબરની ટ્રકને રોકી હતી. ટ્રકમાં વહન થતાં માલના કાળો વાહનચાલક પાસે માંગ્યા હતા.જો કે ટ્રકચાલકે રજૂ કરેલા કાગળો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાંતા ટ્રકને જીએસટી ઓફિસ લઈ ગયા હતા.

સ્ટેટ જીએસટીની ટીમે દારૂનો જથ્થો ઝડપીને પોલીસને સોંપ્યો
સ્ટેટ જીએસટીની ટીમે દારૂનો જથ્થો ઝડપીને પોલીસને સોંપ્યો

પોલીસને બોલાવી મુદ્દામાલ સોંપ્યો
શામળાજી જીએસટીની મોબાઈલ સ્કવોડ ટ્રકને ઓફિસ ખાતે લઈ ગઈ હતી. ત્યાં તપાસ કરતાં ટ્રકની અંદર ઉપરની તરફ અને સામે દેખાય તે રીતે જૂની બેટરીના ખોખાનો ભંગાર રાખ્યો હતો. તેની નીચેની તરફ ટ્રકમાં પાર્ટીશન કરીને દારૂની બોટલો વહન થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. શામળાજી પોલીસનો સંપર્ક કરીને સ્ટેટ જીએસટીએ મુદ્દામાલની ગણતરી કરી પોલીસને મુદ્દામાલ સોંપ્યો હતો. શામળાજી સ્ટેટ જીએસટી મોબાઈલ સ્કવોડે આગળની કાર્યવાહી હાથ ધરી છે.