તપાસ:શામળાજી પોલીસે બે જગ્યાએથી કાર અને ઇકોમાંથી ‌રૂ 1 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના જાબચિતરીયા અને શામળાજી ચેકપોસ્ટેથી દારૂ પકડ્યો

શામળાજી પોલીસે વાહનચેકિંગ દરમિયાન ભિલોડાના જાબચિતરીયા પાસેની કડવઠ ચેકપોસ્ટ પાસેથી ઈકોમાં બોનેટ માં સંતાડી લઇ જવાતો રૂ. 43095નો વિદેશી દારૂ તેમજ શામળાજી પોલીસ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારમાંથી રૂ. 60હજારનો દારૂ ઝડપ્યો હતો.

શામળાજી પોલીસે જાબચિતરીયા પાસે વાહન ચેકિંગ દરમિયાન કડવઠ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઇકો નંબર જીજે જીરો વન આર.એમ2015 અટકાવીને પોલીસે તેની તલાશી લેતા બોનેટમાં 43095 નો વિદેશી દારૂ ઈકો સહિત કુલ રૂ193095 નો મુદ્દામાલ કબજે લઇ દિનેશભાઈ કલાજી સોમાજી કલાસવા રહે. સદકડી સરાડા ઉદયપુર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ ભરી આપનાર ઉદયપુરના વોન્ટેડ આરોપી પકાશ મારવાડી ની તપાસ હાથ ધરી હતી.

શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે ઉપરની પોલીસ ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કાર નં. આરજે ઝીરો વન cb7647 ની તલાશી લેતા પોલીસને કારમાંથી રૂ.60હજારનો દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ. 367000 નો મુદ્દામાલ કબજે લઇ આરોપી દેવીલાલ બાબુલાલ કુમાવત રહે રામપુરા નવલગઢ જિલ્લો jhunjhunu રાજસ્થાન અને સુભાષભાઈ સાવરમલ ગુર્જર રહે કોટડી ખડેલી જિલ્લો સીકર રાજસ્થાનને જેલ હવાલે કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...