તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શામળાજી પોલીસ ઉપર હુમલો કરી રાયફલ ઝૂંટવી, ભિલોડા પોલીસ પર હુમલો કરનાર આરોપી ઝબ્બે

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બોર્ડરના બોલનારાના પહાડી વિસ્તારમાંથી પકડાયો

શામળાજી પોલીસ ઉપર હુમલો કરી ઇન્સાસ રાયફલ ઝૂંટવી લેવાના ગુનામાં તેમજ ભિલોડાના ડોડીસરામાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા અમદાવાદ અને શામળાજી ભિલોડા તેમજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રાજસ્થાનના ડુંગરપુરના વીછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુના આચરી છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી મનોજ ઉર્ફે મનુપૂના મનાતને અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે રાજસ્થાન બોર્ડર વિસ્તારના બોરલા ગામની પહાડી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

છેલ્લા ચાર વર્ષથી ગંભીર ગુનામાં ફરાર તેમજ શામળાજી પોલીસ પર હુુમલો કરી ઇન્સાસ રાઇકલ ઝૂંટવી અને ભિલોડાના ડોડીસરામાં પોલીસ ઉપર હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ તેમજ પ્રાંતિજ અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, આંતરરાજ્ય રાજસ્થાનના ડુંગરપુરના વિંછીવાડા પો.સ્ટેના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને રાજસ્થાન બોર્ડરના બોરનાલાના પહાડી વિસ્તારમાં હોવાની માહિતીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઇ કે.એસ. સિસોદિયાએ સ્ટાફ સાથે ઉપરોક્ત જગ્યા ઉપર રેડ કરીને કુખ્યાત આરોપી મનોજભાઇ ઉર્ફે મનુભાાઇ પુનાભાઇ મનાત (37) રહે.બોરનાલા ખાખલદરા તા.ભિલોડાને દબોચી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...