કોરોનાવાઈરસ:સાબરકાંઠા જિલ્લામાં સાત અને અરવલ્લીમાં વધુ 6 જણ સંક્રમિત

મોડાસા, હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા તાલુકા-શહેરમાં 4, મેઘરજ-માલપુરમાં 1-1, હિંમતનગરમાં 3, ઇડરમાં 2, તલોદ-ઇડર અને ખેડબ્રહ્મામાં 1- 1 જણને કોરોના થયો

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 6 દર્દીઓ નોંધાતાં કુલ આંક 452 એ પહોંચી ગયો છે. જેમાં મોડાસા તાલુકા અને શહેરમાં 4 અને મેઘરજ-માલપુરમાં 1-1 જણ સંક્રમિત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 371 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. સા.કાં. માં ગુરુવારે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 3, તલોદમાં 2, ઇડર અને ખેડબ્રહ્મા માં એક - એક વ્યક્તિ સંક્રમિત થતાં કુલ આંક 863 એ પહોંચ્યો છે. પાંચ દર્દીઓ કોરોના મુક્ત બનતાં કુલ 700 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

મેઘરજના તરકવાડામાં 28 વર્ષીય યુવાન, માલપુરના મેડીટીંબાનો 46 વર્ષીય પુરુષ, મોડાસાના દધાલીયામાં 60 વર્ષીય પુરુષ, તાલુકાના ટીંટોઈના 50 વર્ષીય પુરુષ, મોડાસા શહેરની પાવન સિટી વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મહિલા અને શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલા બે દિવસ અગાઉ બિમારીમાં સપડાતાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં મેડિકલ ચેક અપ કરાતાં તમામના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ગુરૂવારે હિંમતનગરમાં જનરલ પોસ્ટઓફિસ પાસે 34 વર્ષીય મહિલા, શાંતિનગર સોસાયટીમાં 56 વર્ષીય પુરૂષ, કચ્છી સોસાયટીમાં 65 વર્ષીય પુરૂષ, ઇડરમાં સુભાષસિટીમાં 31 વર્ષીય મહિલા, તલોદમાં દેસાઇનગરમાં 45 વર્ષીય મહિલા, સન્માન સોસાયટીમાં 50 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં ગુંદેલ ગામમાં 27 વર્ષીય મહિલાનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...