નિર્ણય:મોડાસામાં સેવા વર્ગ-1-2, નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પરીક્ષા 26 મીએ પરીક્ષા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4639 ઉમેદવારો પરીક્ષા આપશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

રાજ્ય જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા વહીવટી વર્ગ-૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગ- ૧-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પરીક્ષા 26 ડિસેમ્બર- પેપર- ૧ સવારે ૧૦ થી ૧ અને પેપર-૨ ૩-થી ૬ લેવાશે. આ પરીક્ષામાં મોડાસાના 18 પરીક્ષા કેન્દ્રો ઉપરથી 4636 ઉમેદવારો પરીક્ષા આપવાના હોવાથી પરીક્ષા સમિતિ દ્વારા તખ્તો તૈયાર કરાયો હતો.

પરીક્ષા શાન્તિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર ર્ડો નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ ૧૮ કેન્દ્રો ખાતે પૂરતી સેવા જેવી કે કાયદા અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ વિભાગને , આરોગ્ય વિભાગને આરોગ્ય પૂરતી સુવિધા સાથે ટીમ સાથે કેન્દ્ર ખાતે હાજર રહેવા તથા ઉત્તર વિજ કંપનીને પરીક્ષા પૂર્ણ ના થાય સુધી વીજ પૂરવઠો ચાલુ રાખવા તથા એસ. ટી વિભાગને ઉમેદવારો સમયસ પહોંચી શકે તે માટે બસની સુવિધા રાખવા તેમજ પેપર સ્ટ્રોંગ રૂમમાં રહે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરપ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. ટી વિભાગના ડેપો મેનેજર તથા પરીક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...