ઇનોવેશન:સરડોઈના ભૂતપૂર્વ છાત્રોએ દેશના જવાનો - 40થી60 ડિગ્રી તાપમાનમાં રહી શકે તેવા અદ્યતન હેબીટાટનું સંશોધન કર્યું

સરડોઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુદરતી આફતો સામે જવાનોને રક્ષણ મ‌ળશે. - Divya Bhaskar
કુદરતી આફતો સામે જવાનોને રક્ષણ મ‌ળશે.
  • ઇસરોના સેટેલાઇટ સાથે કનેક્ટ હેબીટાટમાં જવાનો કુદરતી આફતો સામે સુરક્ષિત રહી શકશે

મોડાસાના સરડોઈની એ. એમ. શાહ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલ અમદાવાદમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિર્મલકુમાર દીપકભાઈ પટેલ તથા મૌલિકકુમાર જયેશભાઈ જોષીએ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. હિમાંશુભાઈ પંડ્યાના સાંનિધ્યમાં લેહ -લદાખ -સિયાચીન જેવા પ્રદેશમાં હાડ થીજાવતી ઠંડી સામે ભારતીય જવાનોને રક્ષણ મળી રહે તે હેતુથી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી હેબીટાટનું સંશોધન કરી સરડોઈ, મોડાસા અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

માઇનસ 40 ડિગ્રી થી 60 ડિગ્રી તાપમાન ધરાવતા અતિશય ઠંડીવાળા આ પ્રદેશોમાં વારંવાર ફૂંકાતા પવનોમાં પણ હેબીટાટ જવાનોને સુરક્ષિત રાખી શકે છે.

આ હેબીટાટની ખાસિયત કઈ કઈ છે?

  • 20 જવાનો રહી શકે તેવું આ હેબીટાટ ઇસરોના સેટેલાઇટ સાથે કનેક્ટિવિટી ધરાવતું હોવાથી ટી. વી., ઓડિયો, વિડીયો, ફોન કરવાની સુવિધા તેમજ મનોરંજન આપવા સહિતની સગવડો.
  • વાતાવરણને અનુરૂપ જલદીથી ઈન્ટ્રોલ થઈ શકે છે
  • સોલાર અને વિન્ડપાવરને ઈલેક્ટ્રી સિટીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા હોવાથી હેબીટાટને પૂરતા પ્રમાણમાં ઈલેક્ટ્રીસિટી મળી શકે છે.
  • દર ચાર કલાકે ગરમ પવન હેપા ફિલ્ટર કરી ફિલ્ટર કરી પ્રવેશ કરી શકશે
  • સોલિડ અને લિક્વિડ વેસ્ટનું અંડર ટ્રીટમેન્ટ કરી નાખવાની અદભુત ટેકનોલોજી
  • સમગ્ર ભારતમાં પ્રથમ સંશોધિત હેબીટાટમાં ફાયર એલાર્મ, ટોયલેટ, યુરિન પોલ્યુશનનો નિકાલ આપમેળે જ થઈ જવાની સુવિધાવો
  • બર્ફીલા પાણીનું પીવાના પાણીમાં રૂપાંતર કરવાની પાયાની જરૂરિયાતને પણ આ સંશોધનને પ્રાધાન્ય
અન્ય સમાચારો પણ છે...