તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાઉન્સેલીંગ:સખી વન સ્ટોપ સેન્ટરે મહિલાનું પરિવાર સાથે પુન: સ્થાપન કરાવ્યું

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાન સાથે સોશિયલ મિડીયાથી પ્રેમ થતાં છત્તીસગઢની મહિલાએ મોડાસા લગ્ન કર્યા હતા

મોડાસાના યુવાન સાથે સોશિયલ મિડીયાના માધ્યમથી છત્તીસગઢના કોકેર જિલ્લાની 23 વર્ષીય મહિલા પરિચયમાં આવ્યા બાદ તે બે વર્ષના પુત્રને લઈને મોડાસા આવી ગઈ હતી. જ્યાં યુવાન સાથે લગ્ન કરીને તે મોડાસાની મેઘરજ બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી હતી.

પરંતુ તેનો બે વર્ષનો પુત્ર પરિવારને નડતરરૂપ લાગતાં તેના ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કરી પુત્રને યુવાન દ્વારા દીવાસળીથી ડામ આપવામાં આવ્યા હોવાનું તેમજ મહિલાને ઘરમાં પૂરી રાખી હોવાનું સખી વન સ્ટોપ દ્વારા જાણવા મળ્યું હતું. પિડીત મહિલાને સોસાયટી વિસ્તારની જાગૃત મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર મોડાસાનો સંપર્ક કરતા તેને સેન્ટરમાં લઈ આવવામાં આવી હતી અને 23 દિવસની મેડિકલ સારવાર અને મનોચિકિત્સક દ્વારા સારવાર અપાયા બાદ તેનું કાઉન્સેલિંગ કરીને છત્તીસગઢના કાકેરના સખી વન સ્ટોપ સેન્ટરમાં તેના પરિવાર સાથે પુન: સ્થાપન કરાયું હતું.

પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા. 26 ફેબ્રુઆરીના રોજ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. તેનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે મહિલાછત્તીસગઢ ના કાંકેર જિલ્લાની વતની છે. મહિલાને સોશિયલ મીડિયા થકી મોડાસાના યુવક સાથે ત્રણ માસ અગાઉપ્રેમ સંબંધ બંધાતા વતન છોડી તેના 2 વર્ષ ના બાળક સાથે મોડાસા આવી અને મંદિરમાં જઈ લગ્ન કર્યા હતા. થોડા દિવસ બાદ આ પતિ દ્વારા મહિલાને તથા તેના બાળકને શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તે મોકો જોઈ નીકળી ગઈ હતી.

અજાણ હોવાથી જાગૃત મહિલાઓની મદદ થી પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મોડાસામાં આશ્રય આપી બેનને પોલીસ તથા કાનૂની સહાય તથા મેડિકલ સહાય સાથે મનોચિકિત્સક ટેકો પૂરો પાડી તા-23 માર્ચે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જાડેજા વિક્રમબા અને હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન તથા કોન્સ્ટેબલ અર્જુનકુમાર સાથે પોલીસ એસ્કોર્ટ સાથે મહિલાના વતન છત્તીસગઢના કાંકેર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને તેના આગળના પુનઃ સ્થાપન અર્થે મૂકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો