મેઘરજના અંતરિયાળ ગામડાનો ધો. 12માં ભણતાં 17 વર્ષનો વિદ્યાર્થી અને અને છત્તીસગઢ ના રાયપુર જિલ્લાની 18 વર્ષની યુવતી મોબાઇલમાં સોશિયલ મિડીયાથી 4 મહિનાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ધીમે ધીમે પરિચય એટલો ગાઢ બન્યો કે ચાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા, પ્રેમમાં અંધ બનેલા બંને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી નાખ્યો અને છતીસગઢથી છે ક 1126 કિમી કાપીને મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામ સુધી આવી પહોંચી હતી.
ગામડામાં બુધવારે મોડી સાંજે અચાનક ઘરે આવેલી યુવતીને જોઇને દીકરાના પરીવારજનોએ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે છત્તીસગઢથી આવી છે. શરૂઆતમાં છોકરાના મા-બાપ અને પરિજનો દ્વારા યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લગ્નના ઇરાદે આવેલી યુવતી મક્કમ જ રહી આખરે વિદ્યાર્થીના મા-બાપે 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગતા અભયમના કાઉન્સિલર ચૌધરી ચેતના કોન્સ્ટેબલ ભાવનાબેન ટીમ સાથે રાત્રે 11:18 વાગે મેઘરજના ગામમાં પહોંચીને સગીર- સગીરાનું કાઉન્સિંગ કરતાં જાણવા મળ્યું કે સગીરા ઘરેથી કોઇને કહ્યા વિના અને સગીર સાથે લગ્ન જ કરવા નીકળી ગઇ હતી અને ઘરે નથી જવુ તેવી જીદ પકડીને બેઠી હતી તો સામે સગીર પણ લગ્ન કરવા જીદ પકડીને બેઠો હતો. સગીરા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે સગીરે લોકેશન શેર કર્યુ હતું.
લોકેશન આધારે તે છત્તીસગઢના રાયપુરના એક નાના શહેરમાંથી પ્રથમ રાયપુર આવી અને ત્યાંથી ઇન્દોર અને દાહોદ થઈ મેઘરજ અને અહીં પહોંચી હતી. સગીરાએ અભયની ટીમના ચેતનાબેન ચૌધરીને જણાવ્યું કે સગીર મને બહુ જ પ્રેમ કરે છે અને મને મહારાણીની જેમ રાખશે ફરવા લઇ જશે અને હોટેલમાં જમાડશે એવા સ્વપ્નો બતાવેલા જેને લીધે છેક અહીં સુધી આવી છું.વધુમાં જાણવા મળ્યું કે સગીરાની માતાનું નિધન થયું છે અને પિતા બીમાર છે. ભાઈ ભાભી પાસે રહેતી આવતી ને સમજાવતા તૈયારી દર્શાવી હતી.
મહારાણીની જેમ રાખવાના સપના બતાવ્યા હતા
યુવકતી પાસે રહેલા વીઆઇપી કપડાં અને બેગ જોઈને લોકો દંગ રહી ગયા હતા. અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં વાત કરતી સગીરાને સગીર વિદ્યાર્થીએ મહારાણીની જેમ રાખવાનું અને હોટલમાં જમવાના સપના બતાવ્યા હતા. યુવતીએ તેના મોબાઇલમાં સગીરનો મોબાઇલ લાઇફ પાર્ટનર લખીને સેવ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.