તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીના કામો માટે રૂ.159.36 લાખ મંજૂર

મોડાસા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજ,ધનસુરા અને બાયડ તાલુકા આયોજન સમિતિ દ્વારા રજુ કરેલા રૂ.1010.65 લાખના 749 કામો મંજુર કરાયા

અરવલ્લી જિલ્લા આયોજન મંડળની બેઠક દરમિયાન રૂ.1010.65 લાખના 749 કામો પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને મંજૂર કરાયા હતા. જિલ્લા આયોજન મંડળ દ્વારા પીવાના પાણીના કામોને અગ્રતા આપીને 6 તાલુકાઓમાં સૌથી વધુ 171 ગામોને આવરી લેવામાં આવ્યા હતા અને તે માટે રૂપિયા 159.36 લાખ મંજૂર કરાયા હતા.

અરવલ્લી જિલ્લા આયોજન મંડળની બેઠક દરમિયાન ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ભિલોડા ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષીયારા અને મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ પ્રભારી મંત્રી સમક્ષ જમીન ઉપર નીચે બેસીનેરજૂઆત કરી હતી કે કાર્યવાહી નોંધમાં તાલુકા આયોજન સમિતિ દ્વારા પોતાની સહી લેવાની નથી તેમ જ પોતે સૂચવેલા કામોમાં ફેરફાર કરાતો હોવાનો આક્ષેપ કરાતા પ્રભારીમંત્રી માલપુર તાલુકા પ્રમુખ સાથે ચર્ચા કરી તાલુકા આયોજન સમિતિ ધારાસભ્યોએ આપેલા કામોને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા આયોજન મંડળ સમિતિ દ્વારા મોડાસા, ભિલોડા, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકા આયોજન સમિતિ દ્વારા રજુ કરેલા રૂપિયા 1010.65 લાખના 749 કામો મંજુર કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં આ કામો આવરી લેવાયા

 • 126 સીસી રોડના કામોના રૂ.164.95 લાખ મંજુર થયા
 • 115 પેવર બ્લોકના કામોના રૂપિયા 149.60 લાખ
 • 101 ડીપઉપરના ગરનારાના રૂપિયા 199.55લાખ
 • 66 ગટર લાઈનના કામોના રૂપિયા 96.10 લાખ
 • 83 પ્રોટક્શન વોલના કામોના રૂપિયા 132.95લાખ
 • 9 કમ્પાઉન્ડ વોલ ના કામોના રૂપિયા 16.40લાખ
 • 171 પીવાના પાણીના કામોના રૂપિયા 159.36લાખ
 • 16 સ્મશાન ગૃહ ના કામોના રૂપિયા 24.10 લાખ
 • 48 સ્ટ્રીટ લાઇટના કામોના રૂપિયા 52.00 લાખ
 • 14 અન્ય કામો રૂપિયાના 15.64 લાખ
અન્ય સમાચારો પણ છે...