તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:મોડાસામાં શિક્ષકના ખાતામાંથી રૂ.35 હજાર ઉપડી જતાં ચકચાર

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા તબક્કામાં ખાતામાંથી પૈસા ઉપડ્યાનો મોબાઈલમાં મેસેજ આવતાં શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી

મોડાસાની ઋષિકેશ સોસાયટીમાં રહેતા શિક્ષકના યુનિયન બેંકના એકાઉન્ટમાંથી ગઠિયો જુદા જુદા તબક્કે રૂપિયા ૩૫ હજાર ટ્રાન્ઝેક્શન કરીને ઉપાડી લેતા ચકચાર મચી ગઇ છે. શિક્ષકનું એટીએમ ઘરે હોવા છતાં તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં શિક્ષકે ગુનો નોંધાવ્યો છે.

મોડાસાની મહાદેવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને માલપુર રોડ ઉપરની ઋષિકેસ સોસાયટીમાં રહેતા વિનુભાઈ બાલુભાઈ રાઠોડ મૂળ રહે.ઢખરોલ તા.મોડાસાના મોડાસાની યુનિયન બેંકના એકાઉન્ટમાં તેમની નોકરીનો પગાર થાય છે તે એકાઉન્ટમાંથી તારીખ 4 જૂનથી 15 જુનના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ગઠીયો પ્રથમ રૂપિયા 10,000 ત્યારબાદ 5000 અને 10000 તેમજ ફરીથી 10000 ટ્રાન્જેક્શન દ્વારા ઉપાડી લેતા તેમના મોબાઈલમાં મેસેજ આવતા શિક્ષક ચોંકી ઊઠયા હતા.

જોકે તેમનું એટીએમ કાર્ડ હોવા છતાં તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 35 હજાર અજાણ્યા શખ્સ દ્વારા ઉપાડી લેવામાં આવતા તેમણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...