તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ટ્રેક્ટરનો હપ્તો ભરવાના રૂ. 1.20 લાખ સહિત રૂ. 2.65 લાખની ચોરી

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના મોટીબોરડીમાં વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂત પરિવાર ઘરની ઓસરીમાં સૂતો હતો. દરમિયાન ચોરો મકાનની પાછળની જાળી તોડી અંદર ઘૂસી તિજોરીમાં અને પેટીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના અને ટ્રેક્ટરના હપ્તાના રૂ.1,20,000 રોકડ સહિત કુલ રૂ. 2.65 લાખની મત્તાની ચોરીને અંજામ આપતાં આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

મોડાસાના મોટીબોડીમાં રહેતા ભીખાભાઈ ઝાલાભાઇ ખાંટ રવિવાર રાત્રે વીજપુરવઠો ખોરવાતાં તેમનું પરિવાર ઘરની ઓસરીમાં સૂઈ ગયું હતું. દરમિયાન ચોરો મોકાનો ફાયદો ઉઠાવીને મકાનની પાછળ જાળી તોડી અંદર ઘૂસી તિજોરી તોડી તેમાં અને પેટીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ ખેડૂત પરિવારે ટ્રેક્ટરના ખેડાણ અને દૂધના પગારના ટ્રેક્ટરનો હપ્તો ભરવા માટે સંગ્રહ કરેલા રૂપિયા 1.20 લાખ સહિત રૂ.2.65 લાખની ચોરી કરીને ચોરો પલાયન થઇ ગયા હતા. રાત્રિના બે કલાકે ખેડૂત પરિવારની પુત્રવધૂ ગોદડી લેવા ઘરમાં મોબાઇલની લાઈટ કરીને ગઈ ત્યારે ઘરમાં પડેલી ચીજ વસ્તુઓ રફેદફે જણાતાં બૂમાબૂમ કરતાં પરિવાર જાગી ગયું હતું. પરંતુ ત્યાં સુધીમાં ચોરો ચોરીને અંજામ આપીને ભાગી છૂટી હતી. આ અંગે ભીખાભાઈ ઝાલાભાઇ ખાંટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...