મુશ્કેલી:સરડોઇ-દાવલી નેશનલ હાઈવેને જોડતા રોડનું કામ ખોરંભે ચઢ્યું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાને પહોળો કરવાના કામ દરમિયાન રસ્તા પર મેટલના ઢગ ખડકાતાં વાહનચાલકો માટે મુશ્કેલી

મોડાસાના સરડોઈથી દાવલી પાંચ કિમીના રસ્તાને પહોળો કરવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ખોરંભે પડતાં ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ખાનગી એજન્સી ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. મોડાસા તાલુકા જિલ્લા મથકને જોડતાં એપ્રોચ રોડ રખિયાલ અને સરડોઈ થઈ દાવલી હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેને જોડતો હોવાથી આ રસ્તા ઉપર વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. પરંતુ રસ્તા ઉપર મેટલના ઢગ કરાયા બાદ કામગીરી ખોરંભે પડી છે.

ટુ-વહીલર, ફોર-વહીલર અને ક્યારેક ભારે વાહનો આ રોડ પરથી પસાર થતાં હોય છે, જેના કારણે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ રોડનું કામ સ્થગિત થઈ ગયુ છે. દાવલી તેમજ સરડોઈ ગ્રામજનોની માંગણી છે કે આ રોડનું કામ શરૂ કરી પૂર્ણ કરવા માગણી ઉઠી છે કરી કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે ધ્યાનમાં રાખી જવાબદાર તંત્ર દ્વારા ઝડપથી કામ શરૂ કરાવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...