વાદળો ગોરંભાયા:અરવલ્લી જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી મગફળી પર જોખમ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીમાં વરસાદી વાદળો ગોરંભાયા હતા. ખેડૂતોમાં પાછોતરો વરસાદ પડવાની  ભીતિ સેવાતાં મગફળીનો પાક બગડવાની દહેશત રહી હતી. - Divya Bhaskar
અરવલ્લીમાં વરસાદી વાદળો ગોરંભાયા હતા. ખેડૂતોમાં પાછોતરો વરસાદ પડવાની ભીતિ સેવાતાં મગફળીનો પાક બગડવાની દહેશત રહી હતી.
  • જિલ્લામાં 15000 હેક્ટરથી વધુમાંથી મગફળી ખેડૂતોએ બહાર કાઢી

અરવલ્લી જિલ્લામાં શનિવારની મોડી રાતથી આકાશમાં વરસાદી વાદળો ગોરંભાતાં જમીનમાંથી બહાર કાઢવામાં આવેલી મગફળીના પાક ઉપર વરસાદ પડવાની વકી સેવાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લામાં મગફળીના પાકને જમીનમાંથી બહાર કાઢવાની શરૂઆત થતાં એક સપ્તાહના સમયગાળામાં 15 હજાર હેકટર કરતાં વધુ જમીનમાંથી મગફળીનો પાક બહાર કાઢવામાં આવ્યો હોવાનું અગ્રણી ખેડૂત અને સાબરકાંઠા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલે જણાવ્યું હતું.

અરવલ્લીમાં ચોમાસમાં 55 હજાર હેક્ટરથી વધુમાં ખેડૂતોને મગફળીના પાકની વાવણી કરી હોવાનું નોંધાયું હતું.નવરાત્રિ દરમિયાન મગફળીનો પાક પાકીને તૈયાર થઇ જતાં ખેડૂતોએ મગફળી બહાર કાઢવાની શરૂઆત કરી છે. ત્યારે છેલ્લા બે દિવસથી આકાશમાં વરસાદી વાદળો ગોરંભાતાં અને વરસાદ પડવાની વકી સેવાતાં મગફળીમાં નુકસાની જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...