અકસ્માત:માલપુરના સોનીપુર પાસે ડમ્પરની ટક્કરે રિક્ષા ડ્રાઇવર-કિશોરનું મોત

મોડાસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના અણદાપુર-મેઘરજના કંભરોડાના વીજપરા પરિવારને અકસ્માત
  • મોડી રાત્રે લુણાવાડા લગ્નમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

માલપુરના સોનીપુર પાસે લુણાવાડા લગ્નમાંથી પરત ફરતા વીજપરા પરિવારની રિક્ષાને ડમ્પરે ટક્કર મારતાં રિક્ષા ચાલક અને કિશોરનું મોત થયું હતું. મોડાસાના અણદાપુરના અને મેઘરજના કંભરોડાના વીજપરા પરિવારના સગાસંબંધી રિક્ષા લઈ લુણાવાડા લગ્નમાંથી પરત ફરતા હતા. તે દરમિયાન રિક્ષા નં. જીજે 31 એક્સ 1869 રાત્રે માલપુરના સોનીપુરની સીમમાંથી પસાર થતી હતી. તે દરમિયાન સામેથી મેઘરજ તરફથી આવતા ડમ્પર નં. જીજે જીરો 8 વાય 5343ના ચાલો રિક્ષાને ટક્કર મારતાં 108 દ્વારા રિક્ષામાં અકસ્માતનો ભોગ બનેલા મહિલાઓ સહિતના લોકોને માલપુર સિવિલમાં ખસેડાયા હતા.

આ અકસ્માતમાં રિક્ષાચાલક ભાવેશભાઈ રતિભાઈ વીજપરા (25) અને અનિલભાઈ લવજીભાઈ વીજપરા (13) રહે. કંભરોડા તા. મેઘરજના ઈજાઓ પહોંચતાં મોડાસા સાર્વજનિક અને હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેના મોત થયા હતા. આ અંગે બિજલભાઈ શનાભાઈ વીજપરો માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. લવજીભાઈ હરીભાઈ વીજપડારા(40), દેવલબેન લવજીભાઈ (35) રહે. કંભરોડા તા. મેઘરજ, કોહ્યાભાઈ ઉદાભાઈ (48) કોહ્યાભાઈની નાનીબહેન (45) રહે. અણદાપુર તા. મોડાસા ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...