યાર્ડ ઉભરાયું:મોડાસા APMCમાં બે દિવસમાં 16500 બોરી અનાજની આવક

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળી, સોયાબીન અને કપાસની મબલખ આવકથી યાર્ડ ઉભરાયું

દિવાળીના તહેવારોને લઈને છેલ્લા બે દિવસથી મોડાસા માર્કેટયાર્ડ અનાજની આવકથી ઉભરાઇ ગયું છે. મગફળી, કપાસ, સોયાબીન, અડદ સહિતના પાકોની મબલખ આવક થતાં બે દિવસમાં 16500 કરતાં વધુ કાચામાલની બોરીની આવક થઇ છે. દિવાળીના તહેવારોને લઈને માર્કેટયાર્ડ 7 દિવસ માટે બંધ રહેવાને હોવાથી છેલ્લી ઘડીએ ખેડૂતોનો ધસારો વધી ગયો હતો.

મોડાસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારોને લઈને કાચા માલની આવકમાં બે દિવસમાં ધરખમ વધારો નોંધાયો છે. માર્કેટ યાર્ડ મગફળી, ઘઉં, મકાઇ, સોયાબીન, અડદ અને કપાસની બે દિવસમાં જાહેર હરાજીમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી 16500 કરતાં વધુ બોરીની ખરીદી કરી છે. મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીના 20 કિલો એટલે મણના રૂ. 900 થી 1215 અને ઘઉંના 385 થી 415 અને મકાઈના 300થી 378 અને અડદના 650 થી 1250 અને કપાસની ખરીદી શરૂ કરાતાં જાહેર હરાજીમાં રૂ. 1300થી 1525 સુધીના ભાવો બોલાયા હતા.

આજથી મોડાસા યાર્ડમાં 7 દિવસ સુધી બંધ
દિવાળીના તહેવારોને લઈને મોડાસા માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં કાચા માલની ખરીદી તા. 2 નવેમ્બર મંગળવારથી તા. 8 નવેમ્બર ને સોમવાર સુધી માર્કેટ યાર્ડમાં કાચામાલની જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે જો કે તા.9 નવેમ્બર ને મંગળવારે જાહેર હરાજીનું કામ રાબેતા મુજબ શરૂ કરવા માટે માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...