તપાસ:મોડાસામાં ફરસાણની 15 દુકાનોમાં મહેસૂલ અને ફૂડ વિભાગની તપાસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરસાણની દુકાનો અને સ્વીટ માર્ટમાંથી 10 જેટલા સેમ્પલ લેવાયાં
  • ​​​​​​​અખાદ્ય જથ્થાનો નાશ કરીને સ્વચ્છતા રાખવા વેપારીઓને તાકીદ

મોડાસામાં ફરસાણ અને મીઠાઈ બનાવતી તથા વેચતી દુકાનો અને સ્વીટ માર્ટ જેવી 15 થી વધુ દુકાનોમાં મહેસૂલી વિભાગની ટીમ અને ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમ બનાવી આકસ્મિક તપાસ હાથ ધરતાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જુદી જુદી ફરસાણની દુકાનો અને સ્વીટ માર્ટમાં થી 10 જેટલા સેમ્પલ પણ લેવાયાં હતા.

તપાસ દરમિયાન કેટલીક ફરસાણની દુકાનોમાં ગંદકી જોવા મળતાં તેને દૂર કરવા અધિકારીઓ દ્વારા તાકીદ કરાઇ હતી. ફરસાણ અને મીઠાઈ ઢાંકીને રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં ખાદ્ય ચીજોનો વ્યવસાય કરતા, જો કોઈ વેપારી નિયમોનું પાલન ન કરે તો દંડ વસૂલવા અધિકારીઓએ તાકીદ કરી હતી.

અધિકારીઓ દ્વારા જુદી જુદી ફરસાણની દુકાનો અને સ્વીટ માર્ટમાં થી 10 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા ખરાબ જણાતા અખાદ્ય સામગ્રીનો નાશ પણ કરાયો હતો. મોડાસા શહેરમાં દિવાળીના તહેવારોને લઈને મહેસૂલ અને ફૂડ વિભાગ દ્વારા 15 કરતાં વધુ દુકાનોમાં તપાસ હાથ ધરાતાં ભેળસેળિયા દુકાનધારકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...