તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટ્યું:અરવલ્લી જિલ્લામાં 2 મહિના બાદ કોરોનાનો એક જ કેસ નોંધાતા રાહત

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં વેક્સિનેશન પ્રોગ્રામ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો છે.  જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષની વયના 8239 યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. - Divya Bhaskar
જિલ્લામાં વેક્સિનેશન પ્રોગ્રામ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષની વયના 8239 યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
  • જિલ્લામાંથી વિદેશ જતા વિદ્યાર્થીઓને બીજો ડોઝ આપવા કવાયત

અરવલ્લી જિલ્લામાં બે મહિના બાદ કોરોના પોઝિટિવનો માત્ર એક દર્દી નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો છે. મોડાસાના ખંભીસરમાં પૂજારા ફળિયામાં રહેતા દર્દીમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં તેના મેડિકલ ટેસ્ટ કરાવતાં ઉપરોક્ત દર્દીને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્યવિભાગ દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાંથી અભ્યાસ અર્થે વિદેશમાં જતા વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન નો બીજો ડોઝ ભારત સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે અને આ અંગે વિદેશ જતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ વિઝા અને વિદેશના અભ્યાસક્રમના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...