તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષ 2012માં કરેલી વિવિધ પદોની ભરતી રદ કરાઇ

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ઉમેદવારોએ વિરોધ કરતાં પ્રાદેશિક કમિશનરનો હુકમ

મોડાસા પાલિકા દ્વારા વર્ષ 2012માં પાલિકાની ખાલી પડેલી જુદી જુદી જગ્યાઓ માટે 12 ઉમેદવારોની ભરતી કરાતાં ભરતી બાદ અન્ય ઉમેદવારોએ વિરોધ કરતાં છેલ્લા આઠ વર્ષથી ચાલતા આ વિવાદમાં પ્રાદેશિક કમિશનરે આ ભરતી પ્રક્રિયામાં સરકારના વખતોવખતના પરિપત્રો ઠરાવો જોગવાઈઓનો સ્પષ્ટ પણે અમલ થયેલ ન હોય ભરતી પ્રક્રિયા રદ કરવા હુકમ કર્યો હતો. પક્ષકારોને વાંધો હોય તો ગાંધીનગરમાં 30 દિવસમાં અપીલ કરી શકશે.

પાલિકામાં ફાયર ઓફિસર, ટાઉન પ્લાન ટેકનિકલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, સેનેટરી ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, ડ્રાઈવર, ક્લિનર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને ફાયરમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરી સમિતિ દ્વારા ગુણાંક દ્વારા ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. આ સમયે તત્કાલિન પ્રમુખે કામના ભારણને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપી દીધા હતા.

પરંતુ આ સમયે ભરતી પ્રક્રિયા અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી ન મળી હોવાથી ભરતીમાં વિવાદ સર્જાતા સમગ્ર મામલો પ્રાદેશિક કમિશનર પાલિકા ગાંધીનગર ઝોન ગુજરાતની કચેરીએ પહોંચતા આઠ વર્ષથી ચાલતા વિવાદિત ભરતી પ્રકરણમાં પ્રાદેશિક કમિશનર આઇએએસ અમિત પ્રકાશે હુકમ કરી જણાવ્યું છે કે પાલિકાના અધિનિયમ 1963 ની કલમની પેટાકલમ અનુસંધાને મળેલી સત્તાની રૂએ મોડાસા પાલિકા દ્વારા કરાયેલ ભરતીમાં પરિપત્રો ઠરાવો જોગવાઈઓનો સ્પષ્ટ પણે અમલ થયેલ ન હોય ભરતી પ્રક્રિયા રદ કરવા હુકમ કર્યો હતો. પક્ષકારોને વાંધો હોય તો ગાંધીનગરમાં 30 દિવસમાં અપીલ કરી શકશે.

કાયદાકીય અભિપ્રાય મેળવાશે: સીઓ
આ અંગે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટનો ટેલિફોનિક સંપર્ક કરતાં ભરતી પ્રક્રિયાના હુકમ મામલે તેમને જણાવ્યું કે કાયદાકીય અભિપ્રાય મેળવીને આગળ વધાશે.

તમામ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા
કમિશનર દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાનો હુકમ કરતાં પાલિકામાં આઠ વર્ષ અગાઉ ભરતી થયેલા કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

8 વર્ષથી કામ કરતાં આ લોકોને અસર થશે
1. નિલેશભાઈ પ્રવિણભાઈ પટેલ
2. કૌશિક કુમાર કાંતિલાલ ગોર
3. ભાવેશકુમાર હીરાભાઈ પટેલ
4. મિકેતકુમાર રમેશભાઈ પટેલ
5. જશવંતકુમાર ડાહ્યાભાઇ સગર
6. દિવ્યાંકભાઈ યશવંતભાઈ ભટ્ટ
7.સુનિલભાઈ ગુલાબસિંહ પુરોહિત
8. દેવાંગભાઈ છબીલદાસ સોની
9. કુંજન એચ.ચૌધરી
10. અવિનાશ હરેશભાઈ કડિયા
11. સંજયભાઈ ગોરધનભાઈ રાઠોડ
12. કમલકુમાર ઇશ્વરભાઇ ચૌધરી

આ પદો માટે ભરતી કરાઇ હતી
2012માં મોડાસા પાલિકો પ્રથમ તબક્કામાં ફાયર ઓફિસર, ટાઉન પ્લાન ટેકનિકલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર સેનેટરી ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર અને બીજા તબક્કમાં વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, ડ્રાઈવર ક્લિનર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને ફાયરમેનની ભરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...