તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રતનપુર ચેકપોસ્ટે રિક્ષામાં ગુપ્તખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત

મોડાસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેચિસ પર ગુપ્તખાનું બનાવી દારૂના 958 પાઉચ છુપાવ્યા હતા

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પાસેથી લોડીંગ રિક્ષાની તલાશી લેતાં ચેચીસ પર બોડી નીચે ગુપ્તખાનું બનાવી તેમાં ગેરકાયદે લઇ જવાતો રૂ. 67060નો વિદેશી દારૂ ઝડપી રિક્ષા ચાલક અને વિદેશી દારૂ મંગાવનાર તેમજ ભરી આપનાર સામે ગુનો નોંધ્યો છે.

શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બોર્ડરની પોલીસ ચોકી પાસેથી પસાર થતી લોડીંગ રિક્ષા નં. જીજે 01 ડીયુ 4058 શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે રિક્ષા અટકાવી તલાશી લેતાં રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી રૂ.67060નો દારૂના પાઉચ નંગ 958 ઝડપી લોડીંગ રિક્ષાચાલક કિરણ શાંતિલાલ ખટીક રહે.

વિરાટનગર ક્રિષ્ના પાર્ક સોસાયટી અમદાવાદ મૂળ રહે. આમેટ નંદી દરવાજા ભોઈ મહોલ્લા જિલ્લો રાજસમંદ રાજસ્થાન અને વિદેશી દારૂ ભરી આપનાર વોન્ટેડ કમલેશ ઉર્ફે અંબાલાલ કઠારીયા વાગોલ નાથ દ્વારા અને દારૂ મંગાવનાર અજય તેમજ રખીયાલ અમદાવાદના પપ્પુ વિરુદ્ધ ગુનો નોંધી રૂ. 117560નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...