શંકાસ્પદ વૃદ્ધનો કોરોના ટેસ્ટ નેગેટિવ:મોડાસામાં મુંબઈથી શંકાસ્પદ હાલતમાં આવેલ વૃદ્ધનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના ખડોદા નજીક ગામના અને વર્ષોથી મુંબઇ રહેતા વૃદ્ધને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો જણાયાં હતા

મોડાસાના ખડોદા પાસેના ગામના અને મુંબઈમાં વર્ષોથી રહેતા 65 વર્ષીય વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમણે રવિવારે મોડી રાત્રે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લવાયા હતા. સોમવારે રેપિડ ટેસ્ટ કરતાં ટેસ્ટ નેગેટીવ આવતાં આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો.દર્દીની સાથે મુંબઈથી આવેલા તેના પરિજનોના પણ રેપિડ ટેસ્ટ લેવા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

મુંબઈમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ છેલ્લા ચાર દિવસથી બીમારીમાં સપડાતાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં પરિજનો દર્દીને સીધા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં રવિવારની મોડી રાત્રે લઈ આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરાઇ હતી. મોડાસાની કોવિડ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.યજ્ઞેશ નાયકે જણાવ્યું કે દર્દીના રેપિડ ટેસ્ટ કરાતાં સોમવારે મોડી સાંજે નેગેટીવ હોવાનું નિદાન થયું હતું.

પરંતુ દર્દીમાં શંકાસ્પદ કોરોનાના પગલે તેના RTPCR ટેસ્ટ કરાયા છે. જો કે દર્દીની સાથે મુંબઈથી આવેલા તેના પરિજનોના પણ રેપિડ ટેસ્ટ લેવા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. વધુમાં જણાવ્યું કે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમય થી કોરોના પોઝિટિવનો એક પણ દર્દી નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...