કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટ પાસે કન્સ્ટ્રક્શનના ધંધાની મંદીમાં દારૂ વેચવા નીકળેલો રાજકોટનો શખ્સ 63 બોટલ સાથે ઝડપાયો

મોડાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો શખ્સ ધંધામાં મંદી આવતા ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારૂ લઈને રાજસ્થાનથી રાજકોટ નીકળ્યો હતો. દરમિયાન શામળાજી પોલીસે તેને ઉદેપુર નેશનલ હાઈવે ઉપરની પોલીસ ચેકપોસ્ટ ઉપરથી રૂપિયા 30150ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈને જેલ હવાલે કર્યો હતો.

શામળાજી પોલીસ ઉદયપુર નેશનલ હાઈવે તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સવારના સમયે ઉદેપુર તરફથી આવતી મારૂ તિ 5x4 gj18ac 4262ને અટકાવીને પોલીસે તેની તલાશી લેતાં ગાડીમાં વચ્ચેના ભાગે ગુપ્ત ખાનુ બનાવીને ગેરકાયદે રાખવામાં આવેલી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની રૂપિયા 30150 ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ 63 મળી આવી હતી.

પોલીસે ગાડી ચાલકને પૂછપરછ કરતા તે રાજકોટનો હોવાનું અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું તેમજ આગામી લગ્નની સિઝન ચાલુ હોય અને કન્સ્ટ્રક્શનના ધંધામાં મંદી હોવાના કારણે તે વીંછીવાડાના જુદા જુદા વિદેશી દારૂના ઠેકા ઉપરથી વેચાણ અર્થે વિદેશી દારૂ લાવ્યો હોવાનું જણાવ્યું હતું અગાઉ પણ તે ખાનગીમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.

શામળાજી પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ232150નો મુદ્દામાલ કબજે લઇને આરોપી દીપકભાઈ શામજીભાઈ રામાણી રહે ગેલ કૃપા સ્વાતિ પાર્ક ગૌશાળા સામે કોઠારીયા રોડ રાજકોટ શહેર સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...