તપાસ:કિશોરપુરા નજીકથી ઈકોમાં દારૂ સાથે રાજસ્થાની ઝબ્બે

મોડાસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોડાસા રૂરલ પોલીસ રાત્રી સમયે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના જગદીશભાઈને બાતમી મળી કે રાજસ્થાનથી ઈકો ગાડી (આરજે 27 સીજે 7028)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને મોડાસા થઈને કિશોરપુરા પાસે પસાર થવાની છે જેના આધારે પોલીસે કિશોરપુરા પાસે વોચ ગોઠવી ઇકો ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે ઈકોની તલાશી લેતાં રૂપિયા 39600ની વિદેશી દારૂની 51 બોટલ મળી આવી હતી.

પોલીસે ઈકો સહિત કુલ રૂ.4,39,600નો મુદ્દામાલ કબજે લઇને ચાલક પ્રકાશભાઈ રતનભાઇ પટેલ ડાંગી રહે.એકલિંગપુરા તાલુકો ઉદયપુર, જિલ્લો રાજસ્થાન સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...