તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સાસરીયા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં રાજસ્થાનના ચાલકનું મોત

મોડાસા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા-માલપુર ને.હાઈવે પરથી બંને વાહનો 500 ફૂટ દૂર ઘઉંના ખેતરમાં ફંગોળાયા

મોડાસા-માલપુર નેશનલ હાઈવે ઉપર સાકરીયા ગામની સીમમાં આવેલા અંજલીવીલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને વાહનો હાઈવે ઉપરથી 500 ફૂટ દૂર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં રાજસ્થાનના બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. મોડાસા-માલપુર નેશનલ હાઈવે ઉપર આવેલા અંજલીવિલા પાસેથી બાઈક(RJ 12 SY 1705)ના ચાલક કાંતિલાલ કોદરજી નનોમાં ઉંમર 48 રહે.ગેલન તા.સીમલવાડા જિ.ડુંગરપુર રાજસ્થાન બુધવારે 11.30 કલાકે પસાર થતાં માલપુરથી મોડાસા તરફ જતા એસેન્ટ કાર (GJ 21 9403)ના ચાલક બાઈકને પાછળથી ટક્કર મારતાં બંને વાહનો હાઈવે રોડથી દુર ઘઉંના ખેતરમાં ખાબક્યા હતા.

બાઈક ચાલક,ગાડીમાં સવાર લોકોને સારવાર માટે ખસેડ્યા હતા. જોકે રાજસ્થાનના બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર સુરેશભાઈ કાન્તિલાલ નનોમાંએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એસન્ટ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.તસવીર- અલ્પેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો