આદેશ:અરવલ્લીમાં વરસાદમાં બનતી ઘટનાનું મોનિટરિંગ પ્રાંતથી કરાશે

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાઓનો અહેવાલ મામલતદારે મોકલવાનો રહેશે

રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. જે અંતર્ગત અનેક સ્થળોએ આકસ્મિક ઘટનાઓ, દુર્ઘટનાઓ બનતી હોય છે. તો આવા સમયે રાજ્ય સરકાર દ્વારા બનાવ દુર્ઘટનાના કિસ્સાઓમાં અરવલ્લી કંટ્રોલ પર જાણ કરવા તેમજ અહેવાલ રજૂ કરવા માટે આદેશ કરાયા છે. જિલ્લામાં જ્યારે કોઈ મોટી દુર્ઘટનાઓ સર્જાય ત્યારે મીડિયાના માધ્યમથી આ પ્રકારની ઘટનાઓની જાણ થતી હોય છે. આવા સમયે તાલુક કક્ષાએથી અહેવાલ રજૂ કરાય છે. જેથી રાજ્ય કક્ષાએથી રીપોર્ટીંગ કરવામાં વિલંબ થતો હોય છે.

જેથી હવે પછી રાજ્ય સરકારની સુચના અનુસાર જિલ્લાના તાલુકાના તમામ મામલતદારોએ તાલુકા કક્ષાએ બનતી ઘટના બનાવ દુર્ઘટના અંગે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર સાથે સંકલન કરી તાત્કાલિક લેખિત પ્રાથમિક રિપોર્ટ તેમજ સમય મર્યાદામાં વિગતવાર અહેવાલ મોકલવાની જવાબદારી મામલતદારની રહેશે. તેમજ આ અંગેની જરૂરી મોનિટરીંગ પ્રાંત અધિકારીની કક્ષાએથી કરવા માટે આદેશ કરાયા છે ઘટનાની પ્રાથમિક માહિતી જાણ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર-02774-250221 પર કરવા સરકાર દ્વારા સૂચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...