તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલંબ:અરવલ્લીમાં દિવ્યાંગ લાભાર્થીઓના સાધન સહાય માટે કચેરીઓમાં ધક્કા

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસ બાદ લાભાર્થીઓને સાધન-સહાય વિતરણ કરાશે: તંત્ર

અરવલ્લીમાં દિવ્યાંગ લાભાર્થીઓ સરકારી સાધન સહાય માટે છેલ્લા કેટલાય સમયથી જિલ્લાની કચેરીઓમાં ધરમ ધક્કા કરી રહ્યા છે. પરંતુ તેમને સરકાર તરફથી ફાળવેલી વ્યવસાયિક કીટ અને શારીરિક રૂપે મદદ થતા સાધનો ફાળવવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વિજય ચૌધરીએ જણાવ્યું કે મહામારીના કારણે 20 દિવસ બાદ લાભાર્થીઓને સાધન-સહાય વિતરણ કરાશે.સમાજ સુરક્ષા યોજના અંતર્ગત દિવ્યાંગ સાધન સહાયના ફોર્મ વિતરણ અને ફોર્મ ભરીને સાધન સહાય આપવાની યોજના કાર્યરત છે.યોજના અંતર્ગત શ્રવણ યંત્રો ટ્રાઇસિકલ અને પ્રજ્ઞાચક્ષુઓ માટે વાઈટ કેન અને મંદબુદ્ધિ બાળકો માટે ટિકિટ આપવાની જોગવાઈ સરકાર તરફથી કરાઇ છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચાર્જમાં હોવાથી લાભાર્થીઓ લાભથી વંચિત રહી જતાં હોવાની બૂમ ઉઠી છે. વિકલાંગોએ જણાવ્યું કે તમામ સાધનો ગોડાઉનમાં હોવા છતાં કર્મચારીઓને ત્યાંથી લાવવાની તકલીફોના કારણે ગોડાઉન સુધી કર્મચારીઓને ના જવું પડે એટલે ગોળ ગોળ જવાબ આપે છે.

અન્ય સમાચારો પણ છે...