તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અરવલ્લી જિ.પં.ના બજેટમાં પંચાયત ક્ષેત્રે વિકાસ માટે 71 લાખની જોગવાઈ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.નું સુધારેલું 218 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર

અરવલ્લી જિલ્લા પંચાયતની નવીન ભાજપ શાસિત બોડી દ્વારા શુક્રવારે વર્ષ 2020-21નું સુધારેલું 218 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતાં જે સર્વાનુમતે પ્રમુખ લાલસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મંજૂર કરાયું હતું. સ્વભંડોળ નું કુલ 27855362માં થી સૌથી વધુ નવરચિત જિલ્લામાં પંચાયત ક્ષેત્રે વિકાસ માટે રૂ. 71 લાખની જોગવાઈ કરાઇ છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના અધ્યક્ષ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધોમલીયા તેમજ નવીન જિલ્લા પંચાયતની બોડીની હાજરીમાં સભાખંડમાં બજેટ માટે બેઠક મળી હતી. બેઠકમાં કુલ 157.36 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતાં બહુમતીથી મંજૂર કરાયું હતું. વર્ષ 2020-21 સુધારેલું બજેટ અને 2021-22નું રૂ. 218 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરતાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના કુલ 2,78,55362 રૂપિયાની જોગવાઈ કરાઇ હતી.

પ્રમુખ લાલસિંહ ચૌહાણ બજેટ રજૂ કરતાં પ્રથમ નવરચિત અરવલ્લી જિલ્લાના પંચાયત વિકાસ ક્ષેત્રે રૂપિયા 71,10000 તેમજ શિક્ષણ ક્ષેત્રે 33,34000 અને આરોગ્ય અને આયુર્વેદ ક્ષેત્રે 10,23616 અને ખેતીવાડી.ક્ષેત્રે 5,50000 તેમજ પશુપાલન ક્ષેત્રે 2,00,000 તેમજ કુદરતી આફતો માટે 4,00,000 અને અન્ય કામો માટે 1250, 000 આંકડા અને કોમ્પ્યુટર ક્ષેત્રે 90000 સમાજ કલ્યાણ ક્ષેત્રે 17,00, 000 અને જાહેર બાંધકામ ક્ષેત્રે 37, 45000 ની જોગવાઈ કરવામાં આવી હતી તદુપરાંત આ બજેટમાં સામાન્ય સભાની મંજૂરી મેળવી વિકાસના કામો માટે રૂપિયા 60,00,000 ની જોગવાઈ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો