તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અરવલ્લીમાં આદિજાતિ વિસ્તારના કામો માટે રૂ 1.26 કરોડની જોગવાઈ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિ વિકાસ સમિતિની યોજાયેલી બેઠકમાં નિર્ણય

મોડાસા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રભારી મંત્રી રમણલાલ પાટકર તથા સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડની હાજરીમાં આદિજાતિ વિકાસ સમિતિની યોજાયેલી બેઠકમાં જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકા ભિલોડા અને મેઘરજ તેમજ છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના 517 કામો માટે રૂ. 1024.26લાખનું આયોજન કરાયું હતુ.

ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ 2021-21 નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ભિલોડા તાલુકા માટે 702.55 લાખના 343 કામોનું આયોજન કરાયું હતું. મેઘરજમાં 307.84 લાખના 154 કામો માટે આયોજન કરાયું છે. છુટાછવાયા આદિજાતિ વિસ્તારના ગામોમાં રૂ. 13.87લાખના 20 કામોનું આયોજન હાથ ધરાયું છે. મંત્રી રમણલાલ પાટકર દ્વારા અધિકારીઓને સુચનો કરતા જણાવ્યું કે જે આદિજાતિ વિકાસ સમિતિની રચના કરવી નાના મોટા કામોને મંજૂર કરવા, જે આંતરિયાળ વિસ્તારોમાં બાકી રહેલા કામોને પૂર્ણ કરવા જે ગામોમાં કામ નથી થયા તે પૂર્ણ કરવા તથા જે મંજૂર થયેલા કામો છે તેની સમીક્ષા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...