આદેશ:મોડાસા નગરપાલિકા ભરતી પ્રકરણમાં રાજ્ય મ્યુનિસિપલ કમિશનરનો મનાઇહુકમ

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છુટા કરાયેલા 12 કર્મચારીઓએ રાવ નાખી હતી
  • હવે તા. 1 જુલાઇએ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે

મોડાસા પાલિકામાં ફરજ બજાવતા 12 જેટલા કર્મચારીઓની વિવાદી ભરતી રદ કરવાનો પ્રાદેશિક કમિશનરે આદેશ કરતા કર્મચારીઓ ન્યાય માટે ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ કમિશનરમાં રાવ નાંખી હતી જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે વિવાદી ભરતી પ્રકરણમાં મનાઈ હુકમ આપતાં હાલ પૂરતી કર્મચારીઓમાં રાહત થઇ છે. વિવાદી ભરતી પ્રકરણમાં તા. 1 જુલાઈએ સુનાવણી હાથ ધરવાની હોવાનું જાણવા મળ્યું છે.મોડાસા નગરપાલિકામાં વર્ષ 2012માં જુદા વિભાગોમાં 12 જેટલા કર્મીઓની ભરતી કરાઇ હતી.

આ વિવાદી ભરતી અન્વયે ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનરમાં વિરોધ નોંધાવતા પ્રાદેશિક કમિશનરે પાલિકામાં વર્ષ 2012માં જુદા જુદા વિભાગોમાં થયેલી 12 જગ્યાઓ માટેની ભરતી રદ કરવાનો આદેશ કર્યો હતો. તેથી નારાજ થયેલા મોડાસા પાલિકાના કર્મચારીઓ ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ કમિશનરમાં રાવ નાંખી હતી. જેના ભાગરૂપે કમિશનરે ઉપરોક્ત ભરતી આ અંગે મનાઇહુકમ ફરમાવ્યો છે અને 20 દિવસ માટેના મનાઇ હુકમ મળતાં કર્મચારીઓમાં હાલ પૂરતી રાહત થઇ છે. જોકે વિવાદી ભરતી પ્રકરણમાં તા. 1 જુલાઈએ સુનાવણી હાથ ધરવાની હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...