તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી માટે એક્શન પ્લાન તૈયાર:રસીકરણ માટે અરવલ્લી અને સાબરકાંઠામાં તૈયારીઓ શરૂ

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ, આરોગ્ય કર્મી, ખાનગી-સરકારી તબીબોને આવરી લેવાશે
 • અરવલ્લીમાંં આરોગ્ય વિભાગના 8 હજાર કર્મીઓને રસી અપાશે સાબરકાંઠામાં યાદી તૈયાર કરવા તમામ વિભાગને સૂચના અપાઇ

આગામી દિવસોમાં કોરોનાની રસીની જાહેરાત થવાની છે ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં આરોગ્ય ડિપાર્ટમેન્ટ, આઇસીડીએસ, આંગણવાડી અને સરકારી તેમજ ખાનગી તબીબો અને સ્ટાફને તેમજ 108 ના કર્મીઓને રસી માટે આવરી લેવાયા છે. જિલ્લામાં ઉપરોક્ત ડિપાર્ટમેન્ટના 8000 જેટલા કર્મીઓને કોરોનાની રસી આપવા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરી એક્શન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.

કોરોના વેક્સિનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે સા.કાં.કલેક્ટર સી.જે. પટેલે શનિવારે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી ફ્રન્ટલાઈન વર્કર્સની યાદી તૈયાર કરવા સૂચના આપી છે અને આરોગ્ય વિભાગ સરકારી કર્મચારી, પોલીસ, સહિત 29 કેટેગરીને અગ્રતા આપવામાં આવનાર હોવાનું તથા આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અને સુપર સ્પ્રેડરને પણ પ્રાધાન્ય આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.7 મી ડીસેમ્બરે રજૂ થનાર યાદીની છટણી કરી 9 ડિસેમ્બર સુધીમાં સરકારને સુપરત કરવામાં આવનાર છે.

અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા 50 વર્ષથી નીચે ઉંમરના દર્દીઓ તેમજ 50 વર્ષથી ઉપરના લોકોની આઈડી પ્રૂફ સહિતની યાદીની તૈયારી કરાઈ રહી હોવાનું આરોગ્ય અધિકારી ડો. અમરનાથ વર્માએ જણાવ્યું હતું.અરવલ્લીના પોલીસ કર્મીઓની પણ યાદી તૈયાર કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જે લોકો પચાસ વર્ષથી ઓછી ઉંમરના છે અને તેમને બી.પી ડાયાબિટીસ જેવી બીમારી છે અથવા તો બીમાર લોકો છે તેમને બીજા તબક્કામાં આવરી લેવા વિગતો એકઠી કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

તંત્ર દ્વારા રાજ્ય સરકારે મંગાવેલ વિગતો પ્રમાણે ફ્રન્ટલાઈન વર્કસની યાદી તૈયાર કરીને મોકલી અપાશે પરંતુ વેક્સિન કેટલી આવે છે તેની પર કેટલા લોકોને રસી આપી શકાશે તેના મદાર રહેલો છે કોરોના દર્દીના સીધા સંપર્કમાં આવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને અગ્રતા ક્રમે રખાયા છે. કદાચ, તંત્ર પણ રસી કેટલી આવે છે તે બાબતે અવઢવમાં છે.

કોમોર્બીડ જિલ્લાજનોનો સર્વે હાથ ધરાયો
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બીપી, ડાયાબિટીસ, કિડની સહિતના રોગથી ગ્રસિત કોમોર્બીડ લોકોનો પણ સર્વે હાથ ધરાયો છે ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે 93 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ને આ જવાબદારી સોંપાઈ છે અને અત્યાર સુધીમાં 30 હજાર જેટલા કોમોર્બીડ નાગરિકોની નોંધણી થઈ છે કામગીરી ચાલુ છે.

ડેટાબેઝ તૈયાર કરવા સૂચના આપી
તમામ વિભાગો સાથે મિટિંગ કરી ડેટા બેઝ તૈયાર કરવા સૂચના આપી દીધી છે. 9 તારીખ સુધીમાં ફ્રન્ટલાઈન વર્કસની યાદી મોકલી આપવાની છે પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ત્યારબાદ પોલીસ, વહીવટી તંત્ર વગેરેને આવરી લેવાશે. > સી.જે. પટેલ, કલેક્ટર સા.કાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો